ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરીને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

કયા જિલ્લામાં કયો એલર્ટ?

29 સપ્ટેમ્બર

રેડ એલર્ટ: અમરેલી, ગીર સોમનાથ

ઓરેન્જ એલર્ટ: રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

યલો એલર્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર

30 સપ્ટેમ્બર

ઓરેન્જ એલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ

યલો એલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

1 ઓક્ટોબર

યલો એલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ

2 થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

નૌકાસ્ટ એલર્ટ

સોમવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ખાસ ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પરીક્ષાઓ મોકૂફ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વરસાદને કારણે આજે યોજાનારી BSC, BCA અને BBAની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી છે. નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર કરવામાં આવશે.

માછીમારોને સૂચના

દરિયાકાંઠે ઉછળકૂદ ભરેલા મોજાં અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *