
Asia Cup 2025 Final: ભારત vs પાકિસ્તાન – દુબઈમાં મહાસંગ્રામ આજે
Asia Cup 2025 Final: ભારત vs પાકિસ્તાન – દુબઈમાં મહાસંગ્રામ આજે
Asia Cup 2025 Final Live Updates: એશિયા કપ 2025નો સૌથી રોમાંચક મુકાબલો આજે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાનો છે. ક્રિકેટપ્રેમીઓ માટે આ મેચ India vs Pakistan Final 2025 તરીકે ઈતિહાસ રચશે.
ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025 ફાઈનલ – મુખ્ય હાઇલાઇટ્સ
ભારતે અત્યાર સુધી એશિયા કપનો ખિતાબ 8 વખત જીત્યો છે.
પાકિસ્તાને આ ટૂર્નામેન્ટ માત્ર 2 વખત પોતાના નામે કર્યો છે.
41 વર્ષના એશિયા કપ ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં India vs Pakistan આમને-સામને થશે.
ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને પહેલેથી જ બે વખત હરાવ્યું છે.
દુબઈના મેદાન પર ભારતનો રેકોર્ડ પાકિસ્તાન સામે 3-2થી આગળ છે.
Asia Cup 2025 Final: ટીમ ઈન્ડિયા – આત્મ વિશ્વાસ સાથે મેદાનમાં
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઉતરશે. તાજેતરના બે મુકાબલામાં ભારતે પાકિસ્તાનને સરળતાથી હરાવ્યો હતો. બેટિંગમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર ફોર્મમાં છે અને બોલીંગમાં જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમ વધુ મજબૂત બનશે.
પાકિસ્તાનની પડકારજનક વાપસી
પાકિસ્તાન કેપ્ટન સલમાન અલી આગાની આગેવાની હેઠળ ફાઈનલમાં પહોંચ્યું છે. લીગ અને સુપર-4 સ્ટેજમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાન ફાઈનલમાં પ્રતિકાર આપવા આતુર છે.