
માંડવી માં ઉભરાતી ગટરના પાણીની સમસ્યાએ માથું ઉચક્યું
માંડવી માં ઉભરાતી ગટરના પાણીની સમસ્યાએ માથું ઉચક્યું
માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં સલાટ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના પાણીની સમસ્યાએ માથું ઉચક્યું છે. પરિણામે અહીંના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
માંડવી સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે સલાટ ફળિયાની સમસ્યાના નિવારણ માટે સેનિટેશન ઇન્સ્પેકટર મુલાકાત લઈ ગયા છે.
માંડવી તેમ છતાં પરિસ્થિતિ યથાવત રહી છે. માત્ર સલાટ ફળિયો જ નહિ શહેરના અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરના પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે. અમુક ચેમ્બરમાંથી કાદવ પણ કાઢવામાં આવતા નથી. ઉભરાતી ગટરના પાણીને કારણે સી. સી. રોડ અને ડામોર રોડ પણ ખરાબ થઈ ગયા છે.
હાલમાં નજીકના દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવતા હોય માંડવી નગરપાલિકા દ્વારા કાયમી નિકાલ આવે તેવી દિશામાં પગલાં લે તેવી માંગણી કરાઈ છે.