એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક , ભારતીય ટીમનો શાનદાર વિજય
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઇક:7 વિકેટથી હરાવ્યું, કેપ્ટન સૂર્યાના 47 રન; મેચ બાદ પાકિસ્તાની ટીમ રાહ જોતી રહી ને ઈન્ડિયન ટીમ હાથ મિલાવ્યા વગર જતી રહી
એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા.

સૂર્યાએ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નહીં મિલાવ્યા
ટૉસ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ હાથ મિલાવ્યા ન હતા. આંતરરાષ્ટ્રીય મેચમાં, ટૉસ પછી બંને કેપ્ટનો હાથ મિલાવે છે તે પરંપરા છે.
સૂર્યા-તિલકની ફિફ્ટી પાર્ટનરશિપ
11મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ બીજી વિકેટ માટે ફિફ્ટી પાર્ટનરશિપ કરી છે. અબરારની ઓવરના ચોથા બોલ પર સૂર્યાએ બે રન લીધા અને પાર્ટનરશિપને 50 રનની પાર પહોંચાડી.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
