અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા

અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ, ફાયર વિભાગ દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરાઈ છે. ફાયર અધિકારીઓ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે, બે ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

પંચમહાલના કાલોલમાં ચાર લોકો ડૂબ્યા, એકનું મોત

ગુજરાતમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલના કાલોલમાં આવેલા મીરાપુરીમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર લોકોના ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *