Cricket : ચેતેશ્વર પૂજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Cricket :
Cricket :

Cricket : ચેતેશ્વર પૂજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Cricket : ચેતેશ્વર પૂજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ઇમોશનલ પોસ્ટમાં લખ્યું- ભારતની જર્સી પહેરીને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો, તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ

Cricket : ટીમ ઈન્ડિયાના ધ વૉલ તરીકે જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. પૂજારાએ જૂન 2023માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

Cricket : તેની ઈન્ટરનેશનલ કારકિર્દી 15 વર્ષ ચાલી હતી. પૂજારાએ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું, જે એક ટેસ્ટ મેચ હતી.

Cricket : તેણે લખ્યું,

ભારતીય જર્સી પહેરીને, નેશનલ એન્થમ વખતે, અને મેદાન પર ઉતરતી વખતે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે- તેનો ખરેખર અર્થ શું છે તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. પરંતુ જેમ કહેવાય છે, બધી સારી વસ્તુઓનો અંત આવવો જ જોઈએ, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. બધા પ્રેમ અને સમર્થન માટે આભાર.

Cricket : ટીમ ઈન્ડિયા માટે 19 સદી ફટકારી

Cricket : ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે103 ટેસ્ટ મેચમાં 19 સદી ફટકારી હતી. આ દરમિયાન પૂજારાએ 43.60 ની સરેરાશથી 7195 રન બનાવ્યા હતા. તેણે 35 અડધી સદી પણ ફટકારી હતી. પૂજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2023માં WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ રમી હતી.

Cricket : તેણે 5 ODI મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું, જેમાં 10.20ની સરેરાશથી કુલ 51 રન બનાવ્યા હતા. તે ભારત માટે કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો ન હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *