
devayatkhavad : લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે ઝડપાયો
devayatkhavad : ચાર દિવસ ફરાર રહ્યાં બાદ આખરે લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરેન્ડર કરી લીધું છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
devayatkhavad : ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે ઝડપાયો છે. પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના દિવસે દેવાયત ખવડે જુનાગઢના તાલાળામાં અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો જે પછી તે ફરાર થઈ ગયો હતો. આમ 4 દિવસ બાદ તેની ધરપકડ કરાઈ છે.
devayatkhavad : ક્યાંથી ઝડપાયો
પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ હવે ખવડે કોર્ટમાં રજૂ કરશે જે પછી તેના જામીન કે રિમાન્ડ પર નિર્ણય આવી શકે છે.
devayatkhavad : સરેન્ડર કર્યું
devayatkhavad : દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. ખવડ છેલ્લા 4 દિવસથી ફરાર હતો. પોલીસે તેને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.
devayatkhavad : દેવાયત ખવડે શું કર્યું હતું?
devayatkhavad : ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો હતો. ગત રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.