FOOTBALL FEAT INDIA U20 WOMEN : ભારતની U20 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે 20 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો, તાપીની દીકરી શુભાંગીની શાનદાર કેપ્ટન્સી

FOOTBALL FEAT INDIA U20 WOMEN : ભારતની U20 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે 20 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો, તાપીની દીકરી શુભાંગીની શાનદાર કેપ્ટન્સી

FOOTBALL FEAT INDIA U20 WOMEN
FOOTBALL FEAT INDIA U20 WOMEN

FOOTBALL FEAT INDIA U20 WOMEN : ભારતની U20 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે 20 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢની દીકરી શુભાંગીના નેતૃત્વ હેઠળ ટીમે AFC U20 મહિલા એશિયન કપ થાઇલેન્ડ 2026 માટે ક્વોલિફિકેશન મેળવ્યું છે.

FOOTBALL FEAT INDIA U20  WOMEN
FOOTBALL FEAT INDIA U20 WOMEN

રવિવારે યાંગોનના થુવુન્ના સ્ટેડિયમ ખાતે યજમાન મ્યાનમારને 1-0થી હરાવતાં “યંગ ટાઇગ્રેસ”એ ગ્રુપ Dમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિએ સોનગઢનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ત્યારે શુંભાગીના પિતા ગદગદિત છે અને પેપર મિલમાં નોકરી કરીને ગુજરાન ચલાવતા પિતાની છાતી ગર્વથી ગજગજ ફૂલી ગઈ છે.

10 ઓગસ્ટ 2025ના રોજ યાંગોનના થુવુન્ના સ્ટેડિયમ ખાતે યજમાન મ્યાનમારને 1-0થી હરાવતાં “યંગ ટાઇગ્રેસ”એ ગ્રુપ Dમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે. આ ઐતિહાસિક સિદ્ધિએ સોનગઢનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી દીધું છે.

FOOTBALL FEAT INDIA  U20 WOMEN
FOOTBALL FEAT INDIA U20 WOMEN

રમતના પહેલા હાફમાં ભારતે દબદબો જમાવ્યો અને 27મી મિનિટે પૂજાના ગોલથી લીડ મેળવી. બીજા હાફમાં મ્યાનમારે ઘેરું દબાણ બનાવ્યું, પરંતુ ભારતીય ગોલકીપર મોનાલિશા દેવીના શાનદાર સેવ્સ અને મજબૂત રક્ષણના કારણે મ્યાનમાર ગોલ નથી કરી શક્યું.

અંતિમ પળોમાં મ્યાનમારના તમામ પ્રયાસો છતાં ભારતે લીડ જાળવી રાખી હતી. ટીમના આત્મવિશ્વાસ, કઠિન મહેનત અને શુભાંગીના પ્રેરણાદાયી નેતૃત્વથી આ ઐતિહાસિક ક્વોલિફિકેશન શક્ય બન્યું હતું.

આ સિદ્ધિ માત્ર ભારતીય મહિલા ફૂટબોલ માટે જ નહીં, પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ માટે પણ ગૌરવનો ક્ષણ છે. શુભાંગીનાં સપનાં અને મહેનત અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.

FOOTBALL  FEAT INDIA U20 WOMEN
FOOTBALL FEAT INDIA U20 WOMEN

હિંમતનગર ASG ટ્રેનિંગ સેન્ટર ખાતે 4 વર્ષ ટ્રેનિંગ લીધી, સેન્ટરમાં એડમિશન સમયે તેની ઉંમર 12થી13 વર્ષની હતી, એ સમયે દરમિયાન જ ફિફા વર્લ્ડ કપની ટીમમાં શુભાંગીનું સિલેક્શન થયું હતું.

તેને ફૂટબોલ રમવાનું ભારતીય ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીથી પ્રેરણા મળી હતી. હાલ શુભાંગી ગોકુલમ કેરળ એસોસિયેશનમાં જુલાઈ 2022થી ટ્રેનિંગ અને અભ્યાસ કરી રહી છે. હાલ શુભાંગી સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કેરળથી કરી રહી છે.

FOOTBALL FEAT INDIA U20 WOMEN : શુભાંગીના પિતા સુનીલ સિંહ સાથે દિવ્ય ભાસ્કરે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું જે. કે. પેપર મિલમાં નોકરી કરું છું, જેને લઈને માત્ર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અમને સહયોગ કરવાથી અમને આર્થિક સંકડામણમાં મદદરૂપ બને છે. તેનામાં પિતાએ જણાવ્યું કે અત્યારસુધીમાં શુભાંગી 15 જેટલી ફૂટબોલ મેચ રમી ચૂકી છે, જેમાં 10–12 નેશનલ અને ઇન્ટરનેશનલ મેચ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *