EFFORTS TO CONTROL PROPERTY CRIMES : લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ કચ્છમાં મિલ્કત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા આરોપીઓ અને પોલીસ મેન્ટરોની બેઠક યોજી

EFFORTS TO CONTROL PROPERTY CRIMES : લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ કચ્છમાં મિલ્કત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા આરોપીઓ અને પોલીસ મેન્ટરોની બેઠક યોજી

EFFORTS TO CONTROL PROPERTY CRIMES
EFFORTS TO CONTROL PROPERTY CRIMES

કચ્છમાં મિલ્કત સંબંધી ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત સક્રિય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ વિકાસ સુંડાએ આ પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓ અને પોલીસ મેન્ટરોને પોલીસ સ્ટેશન વાઇઝ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવાની સૂચના આપી હતી.

EFFORTS TO CONTROL  PROPERTY  CRIMES
EFFORTS TO CONTROL

આ સૂચનાના પાલન સ્વરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી. જાદવે આજે જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના આચરતા આરોપીઓ અને તેમના પર નજર રાખતા પોલીસ મેન્ટરોની બેઠક યોજી હતી.

EFFORTS TO CONTROL PROPERTY  CRIMES
EFFORTS TO CONTROL PROPERTY CRIMES

બેઠકમાં આરોપીઓની તેમના દ્વારા આચરવામાં આવેલા ગુના અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ મેન્ટરોને આરોપીઓને સર્વેલન્સમાં રાખવા અંગે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મેન્ટર પ્રોજેક્ટની સઘન કાર્યવાહી જિલ્લામાં ચાલુ રહેશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મિલ્કત સંબંધી ગુનાઓને અંકુશમાં લાવવાનો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *