
નીતિ આયોગના આરોગ્ય સંબંધિત વિભાગના મેમ્બર ડૉ. વી. કે. પૉલે ગઈ કાલે કહ્યું હતું કે ‘દેશમાં કોરોના મહામારીની ખરાબ અસર વધી રહી છે. અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે કોઈએ પણ આ સ્થિતિને હળવાશથી લેવી નહીં. દેશમાં કોરોનાના કેસની સંખ્યા અગાઉ કરતાં વધુ ઝડપથી વધી રહી છે.’દરમ્યાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઇરસના ફેલાવાની સ્થિતિ વણસી રહી છે એટલે સમગ્ર દેશ માટે આવતા ચાર મહિના ખૂબ કટોકટીના છે.
દેશમાં ગઈ કાલે એક જ દિવસમાં સૌથી ૪૩,૦૦,૯૯૬ ડોઝ પૈકી ૩૯,૦૦,૫૦૫ લોકોને રસીનો પહેલો ડોઝ તથા ૪,૦૦,૪૬૧ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
દેશમાં ત્રીજા દિવસે ૯૬,૦૦૦થી વધુ કેસ
સેકન્ડ વેવમાં કોરોના ઇન્ફેક્શનનો વધુ તીવ્ર પ્રકોપ જોવા મળે છે. સતત ત્રીજા દિવસે ચોવીસ કલાકમાં ૯૦,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે. દિવસમાં ૯૬,૯૮૨ નવા કેસ સાથે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ પર પહોંચી છે. ચોવીસ કલાકમાં ૪૪૬ દરદીઓનાં મોત સાથે રોગચાળાનો અત્યાર સુધીનો કુલ મરણાંક ૧,૬૫,૫૪૭ ઉપર પહોંચ્યો છે. સોમવારે નોંધાયેલા ૧,૦૩,૫૫૮ કેસ રોગચાળાના ૧૩ મહિનાનો વિક્રમ રૂપ આંકડો હતો. ઍક્ટિવ કેસનું પ્રમાણ સતત ૨૭મા દિવસે વધ્યું હતું. ૭,૮૮,૨૨૩ ઍક્ટિવ કેસ કુલ કેસના ૬.૨૧ ટકા છે. રિકવરી રેટ ઘટીને ૯૨.૪૮ ટકા થયો હતો.