MLA WRITES TO CM ABOUT PROBLEMS : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લેટર બોમ્બ

MLA WRITES TO CM ABOUT PROBLEMS : ભાજપના MLA હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લેટર બોમ્બ

MLA WRITES TO CM ABOUT PROBLEMS
MLA WRITES TO CM ABOUT PROBLEMS

અમદાવાદના વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાર્દિકે પોતાના મત વિસ્તારની સમસ્યા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં જો સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો હાર્દિકે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિરમગામમાં પ્રાથમિક સુવિધાને લઈને MLA હાર્દિક પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હાર્દિકે પત્રમાં લખ્યું કે, ‘વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.’

પત્રમાં કહ્યું છે કે લોકોના આશીર્વાદથી મને ગુજરાતના સૌથી યુવા MLA તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાની જનતાની સેવા કરવાની તક મળી છે. તમારા નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે અને લગભગ બધા જ કામો પ્રગતિમાં છે.

વિરમગામ શહેરમાં પણ શહેરવાસીઓને બગીચા, તળાવ, મિનારા અને તળાવોના સુંદરીકરણ સહિત અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. પરંતુ વિરમગામ શહેરવાસીઓને મારી પાસેથી એક જ અપેક્ષા હતી કે શહેરમાં ભરાયેલા ગટરના પાણીનો કાયમી ઉકેલ આવશે, પરંતુ કોઈ કારણોસર આ ઉકેલ આવી રહ્યો નથી.

છેલ્લા ઘણા વર્ષોથી, વિરમગામ શહેરમાં ભરાયેલા ગટરના પાણીને કારણે ઐતિહાસિક શહેર શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે. વિરમગામ શહેરના ઘણા વિસ્તારોમાં ગટર ઓવરફ્લો, પીવાના પાણીમાં ભળેલા ગંદા પાણી અને સ્વચ્છતા અંગે લોકો તરફથી ઘણી ફરિયાદો છે. મારે આ મુદ્દે વિરમગામ શહેરવાસીઓ સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે.

આ મુદ્દે લોકોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મારું માનવું છે કે વિરમગામ નગરપાલિકામાં સ્ટાફની અછત છે, પરંતુ લોકોની સમસ્યાઓનો ઉકેલ નગરપાલિકાએ જે રીતે કરવો જોઈએ તે રીતે થઈ રહ્યો નથી. જે વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે, ત્યાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા નથી. તેથી જ મારે લોકોની સાથે ઉભું રહેવું પડશે અને જરૂર પડશે તો મારે ભૂખ હડતાળમાં જોડાવું પડશે.

https://x.com/Office_Hardik/status/1951244137690439856

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *