
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી 27થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે (26 જુલાઈ) છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
Gujarat Rain Forecast : 27 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (26 જુલાઈ) 27 જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
Gujarat Rain Forecast : આવતીકાલે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ
રાજ્યમાં આવતીકાલે રવિવારે (27 જુલાઈ) હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
Gujarat Rain Forecast : 28 થી 30 જુલાઈની આગાહી
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
Gujarat Rain Forecast : જ્યારે 29 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 30 જુલાઈએ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે.