RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : રાજકોટ શહેરના RMC માં કોંગ્રેસના આગેવાનોએ ખાડા, ફાયર, સેફટી કમ્પ્લિશન મુદ્દે 11 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.

RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે, જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મનપામાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનાં આરોપ સાથે આજે (25 જુલાઈ) કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ રીતસર હલ્લાબોલ કરાયો હતો. ‘ભાજપ તારો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો’ સહિતના સૂત્રોચ્ચાર કરી ડે. કમિશનરને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : તેમજ ખાડા અને ફાયર સેફટીનાં ઉપરાંત કમ્પ્લીશનનાં મુદ્દે ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો 11 દિવસ બાદ કમિશનરને ખુરશી ઉપર બેસવા ન દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : પ્રાપ્ત વિગત મુજબ, રસ્તા પરના ખાડા, ફાયર સેફ્ટી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં થતી હાલાકી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રભારી ભૂપેન્દ્ર મારવી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં લગભગ 300 જેટલા કોંગ્રેસના કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ડે. કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી.

RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : આ વિરોધ પ્રદર્શનમાં લાંબા સમય બાદ કોંગ્રેસના બધા નેતાઓ અને અગ્રણીઓ એકસાથે જોવા મળ્યા હતા, જે કોંગ્રેસમાં એકતાનો સંકેત આપે છે.
ડે. કમિશનર હર્ષદ પટેલને કરવામાં આવેલ રજૂઆતમાં ઈન્દ્રનીલ રાજગુરુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપનાં શાસકો ભ્રષ્ટાચારી છે. તે અધિકારીઓ પાસે ખોટા કામો કરાવે છે. જ્યારે ટીઆરપી જેવા કાંડ થાય ત્યારે અધિકારીઓને જેલમાં મોકલે છે. માટે હવે ભાજપનાં પીઠું બનીને કામ કરવાનું બંધ કરો.
RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : આગામી 11 દિવસમાં ફાયર સેફટી, કમ્પ્લીશન, તેમજ ખાડાઓ બાબતનો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો મ્યુ. કમિશનરને ખુરશી ઉપર બેસવા દેવામાં આવશે નહીં. આ સિવાય ગરીબો માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના ઘરનું ડિમોલિશન કરવામાં આવશે તો જોયા જેવી થશે, તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.
બીજીતરફ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા પણ ડે. કમિશનરને જણાવાયું હતું કે, હાલ ફાયર એનઓસી લેવા આવતા લોકોને જરૂર હોય નહીં તેવા દસ્તાવેજો માંગીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. સામેનો વ્યક્તિ કંટાળી જાય પછી 2-3 એજન્સીનાં નામ અપાય છે.
બાદમાં આ એજન્સીનાં લોકો દ્વારા મોટી રકમ વસુલવામાં આવે છે અને પછી ફાયર NOC કાઢવામાં આવે છે. મકાનોના કમ્પ્લીશનમાં પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. હવે આવું ચલાવી લેવામાં આવશે નહીં. જો આવો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો 11 દિવસ બાદ કોંગ્રેસના આગેવાનો ઉગ્ર આંદોલન કરશે.

RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : મહિલા કોંગ્રેસના આગેવાન નયનાબા જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. શહેરમાં રોડ-રસ્તાનાં ખાડા-ફાયર એનઓસી સહિતની બાબતોમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા મનપાનાં કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે, તે ભાજપનાં ઈશારે કામ કરવાનું બંધ કરી લોકોના અને રાજકોટનાં હિત માટે જરૂરી હોય તેવા કામો કરે.
હાલ જનતા નાના-મોટા કામોમાં ચાલતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ચૂકી છે. જો આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : વોર્ડ નંબર 1થી 18, ખાસ કરીને પોશ વિસ્તારો અને છેવાડાના વિસ્તારોમાં રસ્તાઓ પરના ખાડાઓને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોટાભાગના રસ્તાઓ ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં ભાંગીને ભૂકો થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટરો સામે સામાન્ય દંડ જ કરવામાં આવે છે.
કોંગ્રેસે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે અને નવા ડામર રોડ બનતા હોય ત્યાં કોન્ટ્રાક્ટરનું નામ અને મોબાઈલ નંબર દર્શાવતું સાઈન બોર્ડ લગાવવાની માગ કરી છે, જેવી સિસ્ટમ જિલ્લા પંચાયતમાં અમલમાં છે.
RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : શહેરના છેવાડાના વિસ્તારોમાં ગારો-કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. તૂટેલા કુંડી અને ગટરના ઢાંકણા તાત્કાલિક રીપેર કરવા અને વરસાદી પાણી ભરાતું હોય તેવી જગ્યાઓ તેમજ મુખ્ય રસ્તાઓ પરના ખાડાઓનું તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી છે. ભૂતકાળમાં ખાડાઓમાં ખાબકવાથી અનેક શહેરીજનોના મૃત્યુ થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હાઈરાઈઝ બિલ્ડિંગો અને ફ્લેટ ધારકોમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોક્કસ જગ્યાએથી જ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે અને મોટી સિસ્ટમ બનાવવામાં પણ અધિકારીઓના સેટિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર સેફ્ટીની કુલ કેટલી અરજીઓ આવી, કેટલી પેન્ડિંગ છે અને કયા કારણે પેન્ડિંગ છે? તેની સ્પષ્ટતા અરજદારોને તાત્કાલિક લેખિતમાં કરવાની માગ કરવામાં આવી છે.
RAJKOT CITY CONGRESS LEADERS SEEN TOGETHER : ફ્લેટ, મકાન અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં લોકોને ‘અભિમન્યુના કોઠા વિંધવા’ જેવી હાલતનો સામનો કરવો પડે છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી ફ્લેટ અને મકાન ધારકોને લોન મળતી નથી. દરેક વોર્ડમાં કેટલા કમ્પ્લીશન સર્ટિફિકેટ બાકી છે અને કયા કારણોસર આપવામાં નથી આવતા? તેની જાણ અરજદાર કે તેના આર્કિટેક્ટને કરી તાત્કાલિક ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મતે, રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ, બાંધકામ અને ટાઉન પ્લાનિંગ શાખામાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચારના પગલે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દરેક ફાઈલો પર નોટિંગ થવું જોઈએ અને સમય મર્યાદામાં કામનો નિકાલ ન કરનાર અધિકારીઓ પર નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે ડે. કમિશનર સમક્ષ સ્પષ્ટ તાકીદ કરી હતી કે અધિકારીઓ ભાજપના ‘પીઠું’ બનીને કામ કરવાનું બંધ કરે. તાત્કાલિક બધા કામો નિયમ મુજબ કરવાનું શરૂ કરવામાં નહીં આવે તો 11 દિવસ બાદ મ્યુ. કમિશનરનો ઘેરાવ કરવાની અને વધારે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ કોંગ્રેસે દર્શાવી છે. ત્યારે 11 દિવસ બાદ કોંગ્રેસનું વધુ ઉગ્ર સ્વરૂપ જોવા મળે તેવી શક્યતા છે.