GANG LEADER CONFESSES 6 MORE CRIMES : આંતરરાજ્ય ચડ્ડી બનિયાનધારી ગેંગના સરદારે લાખોની ચોરીના વધુ છ ગુનાની કબુલાત આપી

GANG LEADER CONFESSES 6 MORE CRIMES : મુન્દ્રાની ગોકુલમ સોસાયટીના બંધ ઘરમાંથી તસ્કરી કરતા આંતરરાજ્ય ચડ્ડી બનિયાનધારી ગેંગના સરદારને મુન્દ્રા પોલીસે ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જેમાં આરોપીએ અલગ અલગ સોસાયટીઓને નિશાન બનાવી કુલ છ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા રૂપિયા 10.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે.
મુન્દ્રા પોલીસે મધ્યપ્રદેશના આરોપી સુરમ ઉર્ફે સુરેશ કાલીયા મીનાવાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આંતરરાજ્ય ચડ્ડી બનિયાનધારી ગેંગનો સરદાર હોવાનું સામે આવ્યું હતું.ચાર દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમ્મર અને પીએસઆઈ ડી.જે.ઠાકોરની આગેવાનીમાં ટીમ બનાવવામાં આવી હતી અને આરોપીની સઘન પૂછપરછ શરૂ કરાઈ હતી.

GANG LEADER CONFESSES 6 MORE CRIMES : જેમાં છેલ્લા દોઢેક વર્ષથી આરોપી મુન્દ્રાની સોસાયટીઓમાં ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપતા હોવાનું જણાવ્યું હતું.આરોપી ગેંગના સરદારે અત્યાર સુધીમાં સુંદરમ પાર્ક,પૂર્વી પાર્ક,શાંતિનિકેતન,યોગેશ્વરનગર અને વિજય પાર્કમાં અગાઉ ચોરી કરેલી હોવાની કબુલાત આપતા મુન્દ્રા પોલીસ મથકે નોધાયેલા છ ગુનામાં ગયેલ 10.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
આ મામલે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમ્મર,પીએસઆઈ ડી.જે.ઠાકોર અને ડી.કે.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.
અત્રે મહત્ત્વનું છે કે, મુન્દ્રા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ચોરીની ઘટનાઓ વધી હતી ત્યારે પોલીસને કુખ્યાત ગુનેગારને ઝડપી લેવામાં સફળતા મળી છે. હજુ પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના ઇનામી આરોપીને પોલીસે સાથે રાખી અગાઉ થયેલ છ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.આરોપી સરદાર અને તેના સાગરીતો અલીરાજપુર રાજગઢથી ખાનગી બસ મારફતે મુન્દ્રામાં આવતા હતા.જે બાદ નિશાન બનાવેલ સોસાયટીમાં ચોરીના બનાવને અંજામ આપી પરત ખાનગી બસમાં પલાયન થઇ જતા હોવાનું સામે આવ્યું છે.
ચડ્ડી બનિયાનધારી ગેંગના સરદારે ચોરી કરેલ સોના-ચાંદીનો મુદ્દામાલ અલીરાજપુર જિલ્લાના જોબટ ગામના વિશાલ સોની અને ગોરી ગામના ગોરા સોનીને વેચ્યો હોવાની પ્રાથમિક કબુલાત આપી છે.બન્ને આરોપી સોની સહીત તસ્કર ગેંગના મધ્યપ્રદેશના આરોપી રમેશ મીનાવા,વિજય મીનાવા,અજય મીનાવા,ગણપત ભુંગુભાઈનું નામ ખુલતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.