COWS PROTECTION IN VILLAGES OF MANDVI : માંડવીના 4થી વધુ ગામોમાં ગૌસેવા ની પ્રેરણાત્મક પહેલ

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : માંડવીના 4થી વધુ ગામોમાં ગૌસેવા ની પ્રેરણાત્મક પહેલ

COWS PROTECTION
COWS PROTECTION

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : માંડવી તાલુકાના દરિયાઈ કાંઠાના 4થી વધુ ગામોમાં ગૌસેવા અને ગૌચર સંરક્ષણ માટે સેવાભાવી લોકો અને ગૌભક્તોની આગવી પહેલ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. અષાઢી વરસાદ પડતા જ તાત્કાલિક રીતે લગભગ 165 એકરથી વધુ ગોચર જમીન પર જુવાર, મકાઈ અને નેપિયર ઘાસનું વાવેતર કરવામાં આવે છે. આ પ્રયાસ માત્ર પશુઓના ચારા માટે નહીં, પણ પરંપરાગત સંસ્કૃતિ, કુદરતી સંસાધનોના જતન અને સંગઠનશક્તિના ભાગરૂપે કરવામાં આવે છે.

નાના લાયજા ગામે છેલ્લા 2014થી સતત ગૌસેવા માટે વિશાળ દરજ્જે કાર્ય થઈ રહ્યું છે. વિરમભાઈ ગઢવી અને તેમની ગૌસેવા સમિતિની ટીમ, ગુજરાત ઇકોલોજી કમિશનના સહયોગથી કાર્યરત છે. અહીં સોલર સિસ્ટમથી પિયત આપીને બોરમાંથી પાણી ખેંચી પાક ઊગાડવામાં આવી રહ્યો છે. જુવાર, મકાઈ, નાપિયર ઘાસ જેવી વાવણીથી દર વર્ષે ગૌમાતાને કાયમી ચારો મળી રહે છે.

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : પાંચોટિયા ગામે 60 એકર ગૌચર જમીન પર લાંબા સમયથી ગૌસેવાના ઉદ્દેશથી ચારાની ખેતી થાય છે. અહીં સામતભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી અને સમસ્ત મહાજન, સાથે ગામના ગો-ભક્તો સતત કાર્યરત છે. દાતાઓ પણ પ્રેરાઈને દર વર્ષે આ સેવા માટે આગળ આવે છે. આનો લક્ષ્ય માત્ર પશુધન જાળવવું નહીં, પણ ભાવિ પેઢી માટે ઉત્તમ સંસ્કાર ઉભા કરવો છે.

કાઠડા ગામે માત્ર સેવા નહીં, પણ સંઘર્ષ પણ સાથે ચાલે છે. અબોલા પશુઓ માટે 25 એકર ગોચર જમીનમાં વાવેતર કરીને સરપંચ ભારુભાઈ ગઢવી અને ગ્રામજનો ઉદાહરણ પુરૂ પાડે છે. તે સાથે એર સ્ટ્રીપ માટે સરકાર જમીન લઈ ન જાય તે માટે હાઇકોર્ટમાં પણ લડત આપી રહી છે. આ ગામે આકર્ષક રીતે સેવાભાવ અને હક્કોની રક્ષણની ભાવનાનું શ્રેષ્ઠ સમન્વય જોવા મળે છે.

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : ભાડા ગામે દર વર્ષે અષાઢી બીજના શુભ અવસરે, જ્યારે “સોના જેવી મોસમ” વરસે છે, ત્યારે શામળાભાઈ ગઢવી અને ટીમ દ્વારા ગોચર જમીન પર મકાઈ અને જુવારનું 15 એકર વાવેતર કરવામાં આવે છે. અહીં પણ માત્ર ચારો ઉપલબ્ધ કરવો નહીં, પણ સાંસ્કૃતિક પરંપરા અને ગૌસેવાના ભાવ જીવંત રાખવામાં આવી રહ્યા છે.

આ ઉદ્દાત પ્રવૃત્તિઓ માટે કન્શન ઇન્ડિયા ફાઉન્ડેશન, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને CON CERNCION જેવી સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે. તેનું પરિણામ એ છે કે ગોચર જમીન માત્ર કાયદેસર હક નહીં રહી, પરંતુ જીવંત અને ઉપયોગી સંપત્તિ તરીકે પરિવર્તિત થઈ રહી છે.

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : ગામમાં આવેલ ઢોરની સંખ્યાને આઘારે ગૌચર નીમ કરવામાં આવેલું હોય છે. ગામે દર 100 ઢોર દીઠ 40 એકર (16 હેકટર) જમીન તેમજ જંગલ વિસ્તારની જમીન હોય તો દર 100 ઢોર દીઠ 20 એકર (8 હેકટર) ગૌચરની જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. જેથી, દરેક ગામમાં ઉપલબ્ધ ગૌચરનું ક્ષેત્રફળ અલગ અલગ હોય છે.

દરકે ગામોમાં ગૌચર જમીન ઉપર મોટા ભાગે દબાણ જોવા મળી રહ્યું છે, તે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયત અગર તો તાલુકા વિકાસ અઘિકારીને છે. તેઓ ગૌચરની જમીનમાં આવેલ દબાણ દૂર કરવાની સત્તા ઘરાવે છે. તેમ છતાં આ આંખ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે.

COWS PROTECTION IN VILLAGES OF MANDVI : આ દરેક ગામોમાં જન્મદિવસ, મકાનનું વાસ્તુ, નવા વાહનની ખરીદી જેવ શુભ પ્રસંગના અવસરે ગ્રામજનો દ્વારા ગૌસેવાના લાભાર્થે નાની-મોટી રકમનું દાન કરાય છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *