શ્રીમંત ચતુરાનંદગિરી મહારાજ (કચ્છી આશ્રમ- બદલાપુર-મહારાષ્ટ્ર) મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

શ્રીમંત ચતુરાનંદગિરી મહારાજ (કચ્છી આશ્રમ- બદલાપુર-મહારાષ્ટ્ર) મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ
શ્રીમંત ચતુરાનંદગિરી મહારાજ (કચ્છી આશ્રમ- બદલાપુર-મહારાષ્ટ્ર) મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

શ્રીમંત ચતુરાનંદગિરી મહારાજ (કચ્છી આશ્રમ- બદલાપુર-મહારાષ્ટ્ર) મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

શ્રીમંત ચતુરાનંદગિરી મહારાજ (કચ્છી આશ્રમ- બદલાપુર-મહારાષ્ટ્ર) મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

કચ્છી આશ્રમ (બદલાપુર) ના શ્રીમહંત ચતુરાનંદગિરીજી મહારાજ (કરપાત્રીજી) ના પાવન સાનિધ્ય માં ભક્તો દ્વારા ભાવભેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો, ગુરુ વંદના, ગુરુપૂજન, સંતવાણી, રાસોત્સવ, ભંડારા પ્રસાદ ના કાર્યક્રમો યોજાયા

કચ્છી આશ્રમ (બદલાપુર)ના શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજ (કરપાત્રીજી) ના પાવન સાનિધ્ય માં વહેલી સવારે શાસ્ત્રી જ્યોતેન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકર ગિરીજી મહારાજ (નેપાલી બાપુ ) ની પ્રતિમા નું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું જેમાં અ.સૌ.ચંપાબેન પ્રકાશભાઈ રામજીયાણી, ધૃતિકાબેન નિકુલભાઇ પોકાર, સહીત જોડાલાઓ એ આહુતિ આપી હતી

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના સ્વજનોની પીડા મનોવ્યથા

આ પ્રસંગે પૂજ્ય શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજે આશિર્વચન મા ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવો જરૂરી છે કારણ કે ગુરુ વગર માનવ નુગરો ગણવામાં આવે છે કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગુરૂ દિયો બતાય, અહીં ગુરુ નો પદ ભગવાન થી મોટું ગણવામાં આવ્યું છે ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલો અંધકાર દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે તેને મોક્ષ અપાવે છે,

આ સાથે મહંત પારસ ગીરીજી માતાજી અને રામગીરીજી મહારાજ એ ગુરુ પૂજન કર્યું હતું, મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર ખીમરાજ ગઢવી, જગદીશ ગઢવી, વિશ્રામ ગઢવી,શાંતિ લાલ મોતા,રમેશ જોષી, વસંત મારાજ (પનુડો)ના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબા નું કાર્યક્રમ યોજાયું હતું આ મહોત્સવ માં મુખ્ય ઉપસ્થિતિમાં- એન્ટી કરપ્શન કમિટી ના અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઇ દ્વિવેદી સાથે, આલોકભાઈ દ્વિવેદી, રવિભાઈ દુબે,ચેતનભાઇ ગાલા, દિનેશભાઈ મોતા,હિંમતભાઈ માવ ,મહેન્દ્રભાઈ માકાણી, મુકેશભાઈ ઠક્કર,મોહનભાઈ ભાનુશાલી, કચ્છથી વસંતગીરી ગોસ્વામી (કાકા), નિર્મળાબેન ગોસ્વામી,પ્રવીણભાઈ મોતા, હરજીભાઈ ગઢવી, નવીનભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી,રામભાઈ ગઢવી,કનૈયાભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવી,MP થી પ્રેમશંકર રાજપુત, મિસ્ત્રીલાલ રાઠોળ, ઈશ્વરસિંહ રાજપુત, સુરત થી ગોપાલભાઈ પરમાર,સહિતનાઓએ ગુરુ પૂજન નો લાભ લીધો હતો,

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા, શાંતિલાલભાઈ માકાણી, કિર્તીભાઈ પેથાણી, મણીશંકર મોતા, પરેશભાઈ ભટ્ટ, પરેશભાઈ નાકર, જયેશભાઈ મોતા, કૈલાશભાઈ પેથાણી, મનીષભાઈ ભટ્ટ, રમેશભાઈ માકાણી,જીગ્નેશભાઈ માકાણી,મુકુંદભાઈ વેદાંત, પ્રજ્ઞાબેન જોશી, ભારતીબેન ભટ્ટ, રંજીતાબેન નાકર, દક્ષાબેન ભટ્ટ,અંજનાબેન માકાણી સહિત આગેવાનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *