DONALD TRUMP TARRIF ON CANADA : ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો

DONALD TRUMP TARRIF ON CANADA : ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો

DONALD TRUMP TARRIF ON CANADA
DONALD TRUMP TARRIF ON CANADA
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ગુરુવારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેને પત્ર મોકલીને આ જાહેરાત કરી હતી.
  • પત્ર મુજબ, અમેરિકા 1 ઓગસ્ટ, 2025થી કેનેડા પર નવા ટેરિફ લાદશે. ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો કેનેડા બદલો લેશે, તો આ ટેરિફમાં વધુ વધારો કરવામાં આવશે.
  • અમેરિકાએ માર્ચ 2025માં કેનેડા પર 25% ટેરિફ લાદી દીધો છે. આ પગલાને બંને દેશો વચ્ચેના દાયકાઓ જૂના વેપાર અને રાજદ્વારી સંબંધોમાં મોટી તિરાડ માનવામાં આવે છે.
  • ટ્રમ્પે આ નિર્ણય પાછળનું કારણ કેનેડાથી અમેરિકામાં ફેન્ટાનાઇલની દાણચોરી ગણાવી છે. 

TARRIF : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બ્રાઝિલથી આયાત થતી વસ્તુઓ પર 50% ટેરિફની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં, તેમણે ટ્રુથ સોશિયલ પર એક પત્ર શેર કર્યો હતો. જેમાં તેમણે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના મિત્ર જેયર બોલ્સોનારો સામે ચાલી રહેલા કેસની નિંદા કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે બોલ્સોનારો સામે ચાલી રહેલ ટ્રાયલ બ્રાઝિલ માટે “આંતરરાષ્ટ્રીય શરમ” છે અને “વિચ હન્ટ” (કોઈ નક્કર પુરાવા વિના આરોપો લગાવવા) છે.

બોલ્સોનારો પર 8 જાન્યુઆરી, 2023ના રોજ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં થયેલા રમખાણો માટે કથિત રીતે બળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

DONALD TRUMP TARRIF ON CANADA 1
DONALD TRUMP TARRIF ON CANADA 1

TARRIF : ટ્રમ્પે કહ્યું, બ્રાઝિલમાં મુક્ત ચૂંટણીઓ પર હુમલો થઈ રહ્યો છે અને અમેરિકન લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે. આ કારણે 1 ઓગસ્ટ, 2025થી બ્રાઝિલથી અમેરિકા આવતાં તમામ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવામાં આવશે. “

ટ્રમ્પે લખ્યું, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારો બ્રાઝિલના આદરણીય નેતા હતા. તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું એ આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક છે. આ કેસ તાત્કાલિક સમાપ્ત થવો જોઈએ.”

TARRIF : તેમણે બોલ્સોનારોને આગામી ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવાના બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના આદેશો અને ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ અને રમ્બલ પર સેન્સરશિપના આદેશોનો પણ ઉલ્લેખ કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટથી વધુ 7 દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. આ દેશોમાં ફિલિપાઇન્સ, બ્રુનેઈ, અલ્જેરિયા, મોલ્ડોવા, ઇરાક અને લિબિયાનો સમાવેશ થાય છે.

TARRIF : ટ્રમ્પે આ દેશોના નેતાઓને મોકલેલા સત્તાવાર પત્રમાં ટેરિફની વિગતો શેર કરી હતી. અલ્જીરિયા, ઇરાક, લિબિયા અને શ્રીલંકા પર 30% ટેરિફ લાદવામાં આવ્યો હતો.

તે જ સમયે, બ્રુનેઈ, મોલ્ડોવા પર 25-25% અને ફિલિપાઇન્સ પર 20% કર લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પની આ જાહેરાત દક્ષિણ કોરિયા અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફની જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી છે.

TARRIF : સોમવારે ટ્રમ્પે બાંગ્લાદેશ અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે તમામ અસરગ્રસ્ત દેશોને આ નિર્ણયની જાણ કરતો ઔપચારિક પત્ર મોકલ્યો હતો.

આ નિર્ણય હેઠળ, કેટલાક દેશો પર 25% કર લાદવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક પર 30% થી 40% સુધીની ભારે ડ્યુટી લાદવામાં આવી હતી. ટ્રમ્પે પહેલા દક્ષિણ કોરિયા અને જાપાનના નેતાઓને પત્રો મોકલીને કહ્યું હતું કે હવે તેમના દેશોમાંથી આવતા માલ પર 25% ડ્યુટી લાદવામાં આવશે.

TARRIF : તેમણે લખ્યું કે આ કરવેરા જરૂરી છે જેથી અમેરિકા અને આ દેશો વચ્ચેના વેપારમાં અસંતુલન દૂર થઈ શકે. આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. આ સાથે ટ્રમ્પે 1 ઓગસ્ટથી વૈશ્વિક ટેરિફ લાદવાની જાહેરાત કરી. અગાઉ ટ્રમ્પ 9 જુલાઈએ તેની જાહેરાત કરવાના હતા.

ટ્રમ્પે કહ્યું, મારા પહેલા કાર્યકાળમાં કોઈ મોંઘવારી નહોતી

ગઈકાલે, ટ્રમ્પે પાછલી સરકારો પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમને કારણે અમેરિકાએ નુકસાન સહન કર્યું. ટ્રમ્પે કહ્યું, મારા પહેલા કાર્યકાળ દરમિયાન સેંકડો અબજો ડોલરના ટેરિફ લાદવામાં આવ્યા હતા. ત્યારે કોઈ ફુગાવો નહોતો, એ દેશ માટે સૌથી સફળ આર્થિક સમય હતો.

TARRIF : મને લાગે છે કે આ વખતે એ વધુ સારું રહેશે. આપણે હજુ શરૂઆત પણ કરી નથી અને આપણે પહેલાંથી જ $100 બિલિયનથી વધુ ટેરિફ એકઠા કરી લીધા છે. કેટલાક દેશો વાજબી વેપાર ઇચ્છે છે, તો કેટલાક વધુ ખરાબ ઇચ્છે છે. તેઓ વર્ષોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

જો અમેરિકામાં ગયા વખતની જેમ મૂર્ખ રાષ્ટ્રપતિ હોત તો તમારાં ધોરણો ઘટી ગયાં હોત, ડોલર ન હોત. એ વિશ્વયુદ્ધ હારવા જેવું હોત. હું એવું થવા દઈ શકતો નથી.

TARRIF : ભારત સાથે વેપાર કરાર થઈ શકે છે

ટ્રમ્પે ગઈકાલે ભારત સાથે વેપાર કરાર વિશે પણ વાત કરી હતી. આ કરાર આ મહિને જ અથવા ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન થઈ શકે છે. આ કરાર હેઠળ બંને દેશ 2030 સુધીમાં પરસ્પર વેપાર $500 બિલિયન સુધી પહોંચાડવા માગે છે.

DONALD TRUMP TARRIF ON CANADA 3
DONALD TRUMP TARRIF 

આમાં કૃષિ અને ડેરી જેવાં ક્ષેત્રોનો સમાવેશ થશે નહીં. અમેરિકા એનાં કૃષિ ઉત્પાદનો, તબીબી ઉપકરણો અને ઔદ્યોગિક ઉત્પાદનો પર ઓછો ટેરિફ ઇચ્છે છે, જ્યારે ભારત કાપડ નિકાસ માટે વધુ સારી તકો ઇચ્છે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *