ગાંધીધામ પોલીસે નશાકારક સીરપ અને ગોળીઓના વેંચાણ પર લાલઆંખ

ગાંધીધામ પોલીસે નશાકારક સીરપ અને ગોળીઓના વેંચાણ પર લાલઆંખ

ગાંધીધામ પોલીસ
ગાંધીધામ પોલીસ

પુર્વ કચ્છની ગાંધીધામ પોલીસ દ્વારા નશાકારક સીરપ અને ગોળીઓના વેંચાણ પર લાલઆંખ કરીને ગતરોજ મેડિકલ સ્ટોર્સ સહિતના અન્ય સ્ટોર પર પણ તપાસ આદરી હતી, જેમાં નશાકારક સીરપ સાથે ઈલેક્ટ્રોનીક સિગારેટનો જથ્થો પણ ઝડપાયો હતો.

પોલીસ
પોલીસ

પોલીસ અધિક્ષક સાગર બાગમારની દોરવણી હેઠળ હાથ ધરેલી તપાસમાં કુલ 52 ટીમોને તૈનાત કરાઈ હતી, જેમણે 156 સ્ટોરની તપાસ કરી હતી. જેમાં કિડાણા મેડિકલ એંડ જનરલ સ્ટોરના અલ્પેશ ભીમજીભાઈ નિંજાર પાસેથી નશાકારક સીરપ કોડેઈનની 95,550ની કિંમતની 490 બોટલ જપ્ત કરાઈ હતી. તો અન્ય એક સ્થળેથી ઈ સિગારેટ પણ જપ્ત કરાઈ હતી.

ગાંધીધામમાં ટીનેજરો અને યુવાઓમાં પ્રચલીત વેપ (ઈ સિગારેટ) ના 14 નંગ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

સંકુલના બાળકોમાં વધતો આ અંગેનો ક્રેઝ ચિંતાજનક છે, જેનાથી વાલીઓ મહતમ અજાણ હોય છે. ગાંધીધામ એ ડિવીઝન પોલીસે સ્કુલ, કોલેજોની આસપાસ આદરેલી તપાસ દરમ્યાન આરોપી મહેશકુમાર નારણદાસ મંગનાણી (ઉ.વ.49) (રહે. ગુરુકુળ) ને 16,800ની કિંમતના અલગ અલગ બ્રાંડના પ્રતિબંધિત વેપ (ઈ સિગારેટ) ના જથ્થા સાથે ઝડપી પડાયો હતો.

તેના વિરુદ્ધ પ્રોહીબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ તળે ગુનો નોંધ્યો છે. આ કામગીરી એ ડિવીઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરાઈ હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *