અમદાવાદ સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ:દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ, દરિયામાં ભારે કરંટ, 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજદિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 વાગ્યા સુધી વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ગાંધીનગર, ખેડા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આજે દ્વારકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. તેમજ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા છે. જ્યારે નર્મદાનો ચોપડવાવ ચેક ડેમ છલકાયો છે. અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત આજે આખા દિવસ દરમિયાન 12 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અપાયું છે. કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવેલ છે.

અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ

અમદાવાદ-ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને વહેલી સવારથી નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણમાં વરસાદી ઝાપટાંમાં લોકો મજા માણી રહ્યા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *