BAUXITE THEFT CAUGHT IN NAGRECHA : નાગ્રેચામાં બોક્સાઇટ ચોરી પકડાઇ, સ્થળ પરથી લોડર અને ડમ્પર કબ્જે કરવામાં આવ્યા

BAUXITE THEFT CAUGHT IN NAGRECHA : જિલ્લામાં થતી ગેરકાયદે ખનીજચોરી અટકાવવા માટે ભુજ ખાણ ખનિજ વિભાગ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે તેવામાં માંડવી તાલુકાના નાગ્રેચામાં ફરિયાદના આધારે તપાસ કરતા બોક્સાઇટ ચોરી પકડાઇ હતી.સ્થળ પરથી લોડર અને ડમ્પર કબ્જે કરવામાં આવ્યું છે.
ભુજ ખાણ ખનિજ વિભાગના ઈન્ચાર્જ ખાણ ખનિજ અધિકારી કેયુર પંડયાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા માંડવી તાલુકાના નાગ્રેચા ગામે દરોડો પાડવામાં આવ્યો,જ્યાં ખોદકામ ચાલુ હતું.સ્થળ પરથી મશીન અને ડમ્પર મળી આવ્યા હતા ચાલકો પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ગેરકાયદે બોક્સાઇટની ચોરી કરાતી હોવાનું સામે આવ્યું હતું જેથી ડમ્પર અને લોડર કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
BAUXITE THEFT CAUGHT IN NAGRECHA : માપણીશીટના અહેવાલના આધારે ખનીજચોરીનો ક્યાસ કાઢી દંડકીય પગલાં ભરવામાં આવશે.આ કાર્યવાહીથી ખનિજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,બોક્સાઇટ ખનીજના ખનન માટે કચ્છમાં માત્ર જીએમડીસી પાસે મંજુરી છે સરકારે લીઝ ખુલ્લી કરી છે પણ જીએમડીસી સિવાય કોઈની પાસે પણ બોક્સાઇટની મંજૂર લીઝ નથી.માંડવી વિસ્તારના પેટાળમાં બોક્સાઇટનો જથ્થો ધરબાયેલો છે અહીં અવારનવાર આ કિંમતી ખનિજની ચોરી પકડાય છે.
ભુજ ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભુજ તાલુકાના નારણપર પાસે બ્લેકટ્રેપ ભરેલી ગાડી કબ્જે કરવામાં આવી હતી.શનિવારે સાંજે આ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં બ્લેકટ્રેપ ખનિજ ભરેલી બે ગાડી પકડવામાં આવી હતી.તેના ચાલકો પાસે રોયલ્ટી સહિતના કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી.વાહનો કબ્જે કરી ખનિજ કયાંથી ભર્યું છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી.
