
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે આવતીકાલથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી પાટણના વડાવળી ગામે તળાવ ઊંડા કરવાના કામમાં સહભાગી થઇ અભિયાનનો પ્રારંભ કરાવશે
સમગ્ર રાજ્યમાં ૩૧મી મે સુધી યોજાશે સુજલામ સુફલામ જળ અભિયાન
૨૦૨૧ના વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં ૧૮,પ૮ર કામો હાથ ધરવા માસ્ટર પ્લાન મંજૂર
સમગ્ર અભિયાનથી આ વર્ષે વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે
લોકભાગીદારીથી ૬૩ર૩ તળાવો-ચેકડેમ-જળાશયો ઊંડા ઉતારવા-ડિસીલ્ટીંગ અને મનરેગા અન્વયે ૬૬૮૧ તળાવોના વિવિધ કામોથી ૬૦ લાખ માનવદિન રોજગારી નિર્માણ કરાશે
૪પ૦૦ થી વધુ એક્ષેવેટર ૧પ હજારથી વધુ ટ્રેકટર-ડમ્પર ઉપયોગમાં લેવાશે
મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ર૦૧૮ થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રણ તબક્કાઓમાં ૪૧,૪૮૮ કામો દ્વારા ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે
કોરોના મહામારી વચ્ચે પણ ગત વર્ષે ર૦ર૦માં પ૧ દિવસના આ અભિયાનમાં ૧૧,૦૭ર કામોથી ૧૮,પ૧૧ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી
કોરોનાના કપરા સમયમાં આ અભિયાનના કામો દ્વારા ૩૦ લાખથી વધુ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ
આ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો-જાહેર કામો–ખેડૂતોના ખેતરમાં કરવા વિનામૂલ્યે અપાય છે.