IRAN ISRAEL WAR : ઈરાન નો ઇઝરાયેલ પર સૌથી મોટો હુમલો મોસાદ હેડકવાટરને ઉડાવ્યુ

IRAN ISRAEL WAR : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ પાંચમા દિવસે પણ ચાલુ છે. મંગળવારે ઇરાને તેલ અવીવમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો. આ ઉપરાંત, લશ્કરી ગુપ્તચર સાથે સંકળાયેલ ગુપ્તચર એજન્સી AMAN ની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી છે.
ઈરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી શાદમાનીનું ઈઝરાયલી હવાઈ હુમલામાં મોત થયું છે. શાદમાની ઈરાનના ખાતમ-અલ-અંબિયા મુખ્યાલય એટલે કે લશ્કરી કટોકટી કમાન્ડના વડા હતા. તેમણે માત્ર 4 દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું.
ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા મેજર જનરલ ગુલામ અલી રાશિદના સ્થાને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. રાશિદનું ગયા શુક્રવારે અવસાન થયું હતું. ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 224 ઇરાનીઓ માર્યા ગયા છે, જ્યારે 1,481 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન, ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે, જ્યારે 600 થી વધુ ઘાયલ થયા છે.
ઈરાને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો છે. આ ઈમારત રાજધાની તેલ અવીવના હર્ઝલિયા ટાઉનમાં આવેલી છે. આ ઉપરાંત લશ્કરી ગુપ્તચર સાથે સંકળાયેલ ગુપ્તચર એજન્સી AMAN ની ઈમારતને પણ નિશાન બનાવવામાં આવી છે.

IRAN ISRAEL WAR : ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ મીડિયાને આપેલા નિવેદનમાં બંને સ્થળોએ થયેલા હુમલાઓની પુષ્ટિ કરી છે. મોસાદના મુખ્યાલય પર થયેલા હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ ત્યાં ભારે આગ લાગી ગઈ હતી.

IRAN ISRAEL WAR : ઈરાનમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ (ભારતીય મૂળના વ્યક્તિઓ) ને સલાહ આપી છે કે જો તેમની પાસે પોતાના માધ્યમથી તેહરાન છોડવાનો વિકલ્પ હોય, તો તેઓએ તાત્કાલિક તે કરવું જોઈએ અને સલામત સ્થળે જવું જોઈએ.
તેહરાનથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા
IRAN ISRAEL WAR : ઈરાનની રાજધાની તેહરાનમાં સુરક્ષા કારણોસર, ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર સુરક્ષિત સ્થળોએ મોકલી દીધા છે.
આ સિવાય જે ભારતીય નાગરિકો પોતાની જાતે મુસાફરી કરી શકે છે તેમને પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન છોડવાની સલાહ આપવામાં આવી છે.
IRAN ISRAEL WAR : આ દરમિયાન કેટલાક ભારતીય નાગરિકોને ઈરાન-આર્મેનિયા સરહદ દ્વારા દેશ છોડવામાં મદદ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ સતત ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
IRAN ISRAEL WAR : દૂતાવાસે એમ પણ કહ્યું છે કે પરિસ્થિતિ બદલાતાની સાથે વધુ સલાહ જાહેર કરવામાં આવી શકે છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો