ગાંધીનગરમાં કોરોનાનો પગપેસારો

ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં 14 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે એક સરકારી અધિકારીનું મોત થયુ છે.

ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું કોરોનાથી મૃત્યુ થયુ છે. સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારીનું કોરોનામાં મોત થતાં સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયુ છે. અધિકારીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. મેનેજર સહિત 14 કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયા છે. સરકારી કચેરીઓમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 

કોરોનાને કારણે ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે . કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ વાયબ્રન્ટ સમિટ યોજાશે. ઓક્ટોબર મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાઇ શકે છે. PM મોદીએ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટ શરૂ કરી હતી. દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા વાયબ્રન્ટ સમિટ યોજાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *