PURSE THIEF CAUGHT : 11 દિવસ પહેલાં ટ્રેનમાં થયેલી ચોરીનો રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો

PURSE THIEF CAUGHT : 11 દિવસ પહેલાં ટ્રેનમાં થયેલી ચોરીનો રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો

PURSE THIEF CAUGHT
PURSE THIEF CAUGHT

PURSE THIEF CAUGHT : મુંબઇથી ભુજ જતી સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી તા.1/6 ના પ્રવાસીનું દાગીના અને રોકડ ભરેલું પર્સ ચોરી કરનાર તસ્કરને ગાંધીધામ રેલ્વે પોલીસે ચોરી થયાના 11 મા દિવસે ચેકિંગ દરમિયાન ગાંધીધામ રેલ્વે સ્ટેશનના ઇલેક્ટ્રીક રૂમ પાસેથી પકડી તેણે ચોરી કરેલી તમામ મત્તા રીકવર કરવા ઉપરાંત લેપટોપ, બે મોબાઇલ સહિત કુલ રૂ.1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગાંધીધામ રેલવે પોલીસ મથકના પીઆઇ પી.આર.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.1/6 ના સમાં એન્જિનીયર તરીકે કાર્યરત મુળ વારાણસીના આશિષભાઈ રમાપતિ પાંડેય સયાજીનગરી ટ્રેનમાં પત્ની અને બાળકો સાથે અમદાવાદથી ભુજ સ્લીપર કોચમાં બુકિંગ કરાવી આવી રહ્યા હતા ત્યારે તેમની દીકરીએ ઓશીકા તરીકે રાખેલું દાગીના અને રોકડ ભરેલું પર્સ વીરમગામથી આદિપુર વચ્ચે તસ્કરે ચોરી કર્યું છે અને તેમાં રૂ.82,200 ની માલમત્તા હોવાનું જણાવી તા.2/6 ના ગાંધીધામ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદ નોંધાયા બાદ ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન એમસીઆર ચેકિંગ દરમિયાન ગાંધીધામ રેલવે સ્ટેશનના ઇલેક્ટ્રીક રૂમ પાછળ ઉભેલો ઇસમ શંકાસ્પદ લાગતાં તેની ઝડતીમાં આધાર પુરાવા વગરના દાગીના મળી આવતાં પકડી લેવાયેલા ગોધરાના રમેશ પર્વતસિંહ બારીયાએ આ ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે તેણે ચોરી કરેલા દાગીના અને રોકડ સહિત રુ.82,200 ની માલમત્તા રિકવર કરવા ઉપરાંત તેના કબજામાંથી લેપટોપ અને બે મોબાઇલ સહિત કુલ રૂ.1,02,200 નો મુદ્દામાલ જપ્ત કરી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *