Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદીએ આ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી, સિવિલમાં પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોને સાંત્વના આપી

અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો અને આટલા લોકોને ગુમાવ્યાં બાદ હું આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના.
Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદીએ યોજી સમીક્ષા બેઠક
વડાપ્રધાન મોદીએ આ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી બાદ સિવિલમાં પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોને મુલાકાત કરીને સાંત્વના આપી હતી. તેના બાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી.
DNA ટેસ્ટમાં મૃતકોની ઓળખ, ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ પરિવારને સોંપાયા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે DNA ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે. આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે-ધીમે મૃતકોની ઓળખ મુજબ, મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ મૃતદેહોમાં બી. જે. મેડિકલ કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદી વિજય રૂપાણીના પત્નીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા.
પ્લેન ક્રેશમાં બચી ગયેલા એક માત્ર મુસાફરને મળ્યાં પીએમ મોદી
Ahmedabad Plane Crash : પીએમ મોદીને સિવિલમાં ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા.