FIRE IN DIESEL TANKER : ભચાઉ સામખીયાળી હાઇવે પર રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ

FIRE IN DIESEL TANKER : ભચાઉ સામખીયાળી હાઇવે પર રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ

FIRE IN DIESEL TANKER
FIRE 

ભચાઉ-સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના 12 જૂન, 2025ની રાત્રે લગભગ 1:30 વાગ્યે બની હતી. ટેન્કર ભુજથી જામનગર ડીઝલ ભરવા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

 FIRE IN DIESEL TANKER
FIRE IN DIESEL TANKER

ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે લગભગ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવી શકાયું હતું.

આ રેસ્ક્યૂ ઓપરેશનમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે ભાગ લીધો હતો. કચ્છ વિસ્તારમાં ખાનગી અને માલવાહક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જાનહાની થતી નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *