ACCIDENT AT KAPADVANJ MODASA ROAD : ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે કપડવંજ-મોડાસા રોડ પર ભીષણ અકસ્માતમાં બેના મોત, આઠ ઇજાગ્રસ્ત

ACCIDENT AT KAPADVANJ MODASA ROAD : ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે કપડવંજ-મોડાસા રોડ પર ભીષણ અકસ્માતમાં બેના મોત, આઠ ઇજાગ્રસ્ત

ACCIDENT AT KAPADVANJ MODASA ROAD
ACCIDENT AT KAPADVANJ MODASA ROAD

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા.

ACCIDENT AT KAPADVANJ MODASA ROAD 1
ACCIDENT AT KAPADVANJ MODASA ROAD 1

મળતી માહિતી અનુસાર, કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના કંડક્ટર સંજયસિંહ અને મુસાફર અમરસિંહ પરમારનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનના મળી કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ACCIDENT AT KAPADVANJ MODASA ROAD 2
ACCIDENT AT KAPADVANJ MODASA ROAD 2

ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. પ્રથમીક તપાસમાં સામે આવ્યું છે કે, એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *