હવે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશવા RTPCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ફરજીયાત : પહેલી એપ્રિલથી અમલ

અમદાવાદ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે આ અગાઉ તા.૨૩.૦૩/૨૦૨૧ ના હુકમથી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશ ઈચ્છુક વ્યંક્તઓના RTPCR ટેસ્ટ આવશ્યક ક૨વામાં આવેલ છે. દેશના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિ૨ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RCPCR ટેસ્ટ કરાવવાનું જરૂરી જણાતા વધુ એક નિર્ણંય કરાયો છે જે મુજબ ગુજરાતમાં આવતા તમામ લોકોને RTPCR રિપોર્ટ નેગેટિવ જરૂરી બનાવાયો છે ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી કોવડ-19 કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડીસીઝ એકટ, ૧૮૯૭ અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ ક૨વામાં આવ્યો છે.અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈકુછુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે.અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જીયાત, પણે ક૨વાનું ૨હેશે.આ હુકમ તા.૦૧.૦૪. ૨૦૨૧ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *