
કોરોના ના કેસ માં વધારો 1200 પોઝિટિવ કેસ
કોરોના વાયરસના ફરી દેખાવા માંડેલાં સંક્રમણે દેશના વિવિધ ભાગોમાં ઊચાટ ફેલાવ્યો છે. સંક્રમિતોની સંખ્યા 1200થી વધુ થઇ ગઇ છે, તો અત્યાર સુધી 12 દર્દીનાં મોત થઇ ચૂકયાં છે. કેરળમાં સૌથી વધુ 430 દર્દી છે, ત્યારબાદ 325 સંક્રમિત સાથે મહારાષ્ટ્ર બીજાં સ્થાને છે. આ રાજ્યમાં એકલાં મુંબઇમાં 316 દર્દી છે.
દક્ષિણ ભારતીય રાજ્યોમાં સંક્રમણના ફેલાવા બાદ હવે દેશનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે. અરુણાંચલ પ્રદેશમાં બે મહિલા ચીની વાયરસના નવા વોરિયંટથી સંક્રમિત જોવા મળી. અત્યાર સુધી મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં 12 દર્દી જીવ ખોઇ ચૂકયા છે. હોંગકોંગ, સિંગાપુર, ચીન અને થાઇલેન્ડ બાદ હવે ભારતમાં પણ કોવિડ-19ના કેસ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 12મી મેના દિવસે આખા દેશમાં 164 સંક્રમિત હતા. આમ, એક પખવાડિયાના ગાળામાં સંક્રમિતોની સંખ્યા 1200ને પાર કરી ગઇ છે.
વધુ માં આ પણ વાંચો : ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ
કચ્છમાં વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત : બે દિવસમાં છ કેસ
ભુજમાં વધુ બે અને નખત્રાણામાં એક વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દેશ અને રાજ્યમાં કોરોનાના કેસો ચિંતા જગાવે તેવી ગતિએ વધી રહ્યા છે, તો કચ્છ જિલ્લામાં કોરોનાએ પુન: દસ્તક દઈ સતત બીજા દિવસે વધુ ત્રણ લોકોને કોરોના સંક્રમિત કર્યા છે. બે દિવસમાં કચ્છમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે.
ભુજમાં વધુ બે, તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે જરૂરી તપાસ આરંભી છે. દરમ્યાન જિલ્લામાં હાલ કોરોનાની 800 આરટીપીસીઆર અને 200 રેપિડ કિટ ઉપ્લબ્ધ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વધારાની કિટ ફાળવવા માટે રાજ્ય સ્તરે દરખાસ્ત કરવામાં આવી છે.
ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કેશવકુમારે વિગતો આપતાં જણાવ્યું કે, ગઈકાલે ભુજમાં બે અને ગાંધીધામમાં એક વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ભુજ શહેરી વિસ્તારમાં વધુ બે અને નખત્રાણા તાલુકામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, આમ જિલ્લામાં બે દિવસ કોરોના સંક્રમિત લોકોનો આંકડો છ પર પહોંચ્યો છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યાનુસાર સંક્રમિત થયેલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને હજુ સુધી કોઈ ગંભીર ગણી શકાય તેવાં લક્ષણ જોવા મળ્યા નથી. વધુમાં ગઈકાલે જે ત્રણ પોઝિટિવ કેસ નિકળ્યા હતા તેમના સંપર્કમાં આવેલા કોઈનામાં પણ કોરોના સંબંધી લક્ષણ જોવા મળ્યા નથી એટલે લોકો ગભરાટમાં કે ચિંતામાં આવ્યા વગર આનુંષાંગિક નિયમોનું પાલન કરે તેવો અનુરોધ આરોગય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વધુ ત્રણ પોઝિટિવ કેસ નેંધાતા આરોગ્ય તંત્રે વિશેષ ટીમો મોકલી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા અને ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો