PM MODI IN BHUJ : PM મોદી ભુજમાં સભા સ્થળે પહોંચ્યા:1971માં યુદ્ધ દરમિયાન રન વે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણાં લીધા

PM MODI IN BHUJ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર PM મોદી ગુજરાત મુલાકાતે છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ સવારે 10 વાગ્યે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ PM મોદી દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં તેમણે 11.30 વાગ્યે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

PM MODI IN BHUJ : ત્યારબાદ PM મોદી ભુજ પહોંચ્યા છે. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજી હાલ સભા સ્થળે પહોંચ્યા છે. અહીં રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

PM MODI IN BHUJ : ભુજથી સાંજે 6.30 વાગ્યે અમદાવાદ આવશે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.રોડ શોના રૂટ ઉપર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે. દરેક સ્ટેજ ઉપર સેનાને સત સત વંદન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન સ્લોગન સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા તાજ સર્કલ નજીક બ્રહ્મોસ મિસાઈલના કટ આઉટ મૂકવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઈલ પાસે એક તરફ નરેન્દ્ર મોદી અને બીજી તરફ ભારતીય સેનાના જવાનનું કટ આઉટ રાખવામાં આવ્યું છે. રોડ શોના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો રહેશે ઉપસ્થિત રહેશે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો