Corona ભારત માં કોરોના ના 58 કેસો મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું સાવચેતી જરૂરી

Corona

Corona ભારતના આ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું, 2ના મોત, 58 પોઝિટિવ

કાળમુખા કોરોનાકાળમાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ હવે ફરી એકવાર કોરોના કેસોની સંખ્યા વધી, મુંબઈમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ, 2 કોરોનાગ્રસ્ત દર્દીના મોત

Corona Virus : કોરોનાકાળ કોને યાદ નહીં હોય ? કેટલાય લોકોએ આ કાળમુખા કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા. આ તરફ હવે દેશના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 58 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આ તરફ બે કોવિડ ચેપગ્રસ્ત દર્દીઓના મૃત્યુના સમાચાર છે. જોક બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું જ્યારે બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. આ દર્દીઓને મુંબઈની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ છે સજ્જ

Corona મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી રહ્યું છે.

હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે શું વ્યવસ્થા ?

Corona અધિકારીઓના મતે મુંબઈ મેટ્રોપોલિટન રિજનની હોસ્પિટલોમાં વધુ સારી સારવાર અને માર્ગદર્શન સુવિધાઓ ઉપલબ્ધ છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં 20 પથારી (MICU), બાળરોગ અને ગર્ભવતી મહિલાઓ માટે 20 પથારી અને 60 સામાન્ય પથારી છે. આ ઉપરાંત કસ્તુરબા હોસ્પિટલમાં 2 ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) બેડ અને 10 બેડનો વોર્ડ છે. જો જરૂરી હોય તો આ ક્ષમતા તાત્કાલિક વધારવામાં આવશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *