
ગુજરાતમાં પણ કોરોના વકર્યો, 1-2 નહીં, હાલમાં આટલાં કેસ છે એક્ટિવ, જાણો સૌથી વધુ ક્યાં
કોરોનાએ ફરી દેશભરમાં માથું ઉચક્યું છે. દેશભરમાં અને ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. .વાયરસના મ્યુટેશનથી JN.1 વેરિયન્ટ સામે આવ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાએ પગ પેસારો કર્યો છે.
Gujarat Corona Case: ગુજરાતમાં કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યું છે. કોરોના વાયરસ આઆ વખતે રૂપ બદલીને આવ્યું છે અને નવા વેરિયન્ટ સાથે ફરી માથું ઉચક્યું છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઊભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેશ દેશમાં નોંધાયા છે તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. જો કે વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે. 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે. ત્યારએ હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.
સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાય છે જે 95 એક્ટિવ કેસ છે તે પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈનીમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ 2020 જેવો કહેર વર્તાવશે.
આ વખતે કોરોનાના સૌથી વધુ કેસ સિંગાપોર અને હોંગકોંગથી સામે આવી રહ્યા છે. જ્યાં LF.7 અને NB.1.8 વેરિઅન્ટ્સને કારણે અત્યાર સુધીમાં 30 દર્દીઓના મોત થયા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશમાં કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. 19 મે સુધીમાં ભારતમાં કોરોનાના 257 સક્રિય કેસ મળી આવ્યા હતા. ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જોવા મળ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર “દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોના કેસ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.”