OPERATION SINDOOR 2.0 : સિયાલકોટમાં આતંકી લોન્ચપેડ નષ્ટ, જમ્મુ શહેરમાં PAKનો હવાઈ હુમલો શરૂ; PM-ડોભાલે મિટિંગ કરી, ભારતે પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો

OPERATION SINDOOR 2.0 : સિયાલકોટમાં આતંકી લોન્ચપેડ નષ્ટ, જમ્મુ શહેરમાં PAKનો હવાઈ હુમલો શરૂ; PM-ડોભાલે મિટિંગ કરી, ભારતે પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો

OPERATION SINDOOR 2-0
OPERATION SINDOOR 2-0

OPERATION SINDOOR 2.0 : શનિવારે રાત્રે થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આઠ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે શનિવારે એક વીડિયો જાહેર કર્યો. તેમાં પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચપેડના ફૂટેજ છે, જેને BSF દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. અહીંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા.

OPERATION SINDOOR 2.0 : શુક્રવારે સાંજે 7.47થી 10.57 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં શહેરોમાં 550થી વધુ ડ્રોન ફાયર કર્યાં. આ હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યા.

OPERATION SINDOOR 2.0 : શનિવારે સવારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો. રાજૌરી, પૂંછ અને જમ્મુમાં પણ ભારે ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા.

જમ્મુ શહેરમાં પણ હવાઈ હુમલા ચાલુ છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. પાકિસ્તાનની સરહદે આવેલા શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે. ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : કચ્છીઓની આંખ ખૂલતાં જ ડ્રોન ઊડતાં નજરે પડ્યાં, અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *