
દાવો- ભારત-પાકિસ્તાન NSA વચ્ચે કોઈ વાતચીત થઈ નથી:ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, PM મોદીએ કહ્યું હતું- ત્યાંથી ગોળીઓ ચાલશે તો અહીંથી તોપ છોડીશું
ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, PM મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈ કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે.
જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અમે અહીંથી તોપ ચલાવીશું. યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને 26 સ્થળોએ હુમલો કર્યો. ભારતે પણ તેમના ઠેકાણાઓ પર હુમલો કરીને આનો જોરદાર જવાબ આપ્યો.
PM મોદીએ વેન્સને કહ્યું – કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે- પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પરત. આ સિવાય વાત કરવા જેવું કંઈ નથી.
મારો કોઈ બીજા વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે કોઈ મધ્યસ્થી કરવા માંગતા નથી. અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી.
સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ પ્રધાનો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આ વાતચીત ફક્ત બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે જ થઈ હતી.
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ,) PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સીડીએસ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા.