
ગુજરાત IPS મનોજ અગ્રવાલને મોકડ્રિલના ઈન્ચાર્જ બનાવાયા
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રિલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.