Fishermen Advised not to Venture Sea : આજથી 9 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી

Fishermen Advised not to Venture Sea : આજથી 9 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી

Fishermen Advised not to Venture Sea
Fishermen Advised not to Venture Sea

હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.

Fishermen Advised not to Venture Sea : હવામાન વિભાગે આજથી 9 તારીખ સુધી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Fishermen Advised not to Venture Sea : ઓખા કોસ્ટગાર્ડના જવાનો દ્વારા સમુદ્રમાં તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને માછીમારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરીને માછીમારોને મોસમની ગંભીરતા વિશે માહિતી આપવામાં આવી રહી છે. તેમને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

Fishermen Advised not to Venture Sea : હવામાન વિભાગે આગામી સમયમાં દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. જેના કારણે માછીમારો માટે દરિયો ખતરનાક સાબિત થઈ શકે છે. આથી કોસ્ટગાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવા માટે તમામ માછીમારોને સહકાર આપવા અને તાત્કાલિક કિનારે પહોંચી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *