
BREAKING : મહેમદાવાદની મેશ્વો નદીમાં 5 કિશોરી ડૂબી:ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા ગયેલી; બેના મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ નજીક બુધવારે સાંજે એક કરુણ ઘટના બની. મેશ્વો નદીમાં નાહવા પડેલી પાંચ કિશોરી ડૂબી ગઈ. સ્થાનિક તરવૈયાઓએ બે કિશોરીના મૃતદેહ શોધી કાઢ્યા છે.
ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આ કિશોરીઓ નદીમાં નાહવા ગઈ હતી. તેઓ નદીના ઊંડા પાણીમાં ડૂબી જતાં સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ. ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.
મહેમદાવાદના પીઆઇ સોલંકીના જણાવ્યા મુજબ, બે મૃતદેહની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, બાકીની ત્રણ કિશોરીની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. મહેમદાવાદના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કરી રહ્યા છે.