
ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સોનાનું પેન્ડલ લોન્ચ કરાયું
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી સંસ્થાન દ્વારા આજે અખાત્રીજના દિવસે મા ઉમિયાનું સોનાનું પેન્ડલનું ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઊંઝા શ્રી ઉમીયા માતાજી મંદિરે વર્ષ દહાડે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજે અખાત્રીજના પાવન દિવસે મા ઉમિયાનું સોનાનું પેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું છે.