કોરોના રસીકરણની પ્રક્રિયા હવે રવિવારે પણ ચાલુ રહેશે : નીતિન પટેલ

ગાંધીનગર :

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહ ખાતે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશનની કામગીરી હવે રવિવારે રજાના દિવસે પણ ચાલુ રહેશે. ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યો સહિત નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજયભરમાં 2500થી વધુ વેકસીનેશન સેન્ટરો પર રસીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ 1.5 લાખથી 2 લાખ નાગરિકોને રસીથી રક્ષિત કરવામાં આવે છે. હાલ રવિવારના દિવસે રસીકરણની કામગીરી માટે રજા હતી પરંતુ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજયના નિયત કરાયેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ત્યાં હવે રવિવારે પણ રાબેતા મુજબ રસીકરણની કામગીરી થશે જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ પણ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *