Terror Attack In Jammu-Kashmir : જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત,20થી વધુના મોતની આશંકા, અમિત શાહ શ્રીનગર પહોંચ્યા

Terror Attack In Jammu-Kashmir : જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત,20થી વધુના મોતની આશંકા, અમિત શાહ શ્રીનગર પહોંચ્યા

Terror Attack In Jammu-Kashmir
Terror Attack In Jammu-Kashmir

Terror Attack In Jammu-Kashmir :  જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનુ પટેલ, માનિક પટેલ અને રિનો પાંડેય સામેલ છે. મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે. અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલામાં 20થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સત્તાવાર રીતે એકના મોતની પુષ્ટિ કરાઈ છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા છે.

Terror Attack In Jammu-Kashmir : આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. તેમની સાથે IB ચીફ અને ગૃહ સચિવ સહિતના મોટા અધિકારીઓ પણ હાજર છે. અમિત શાહ શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરશે. અમિત શાહ હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને મળશે.

Terror Attack In Jammu-Kashmir : સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ‘આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *