Nuisance on bridges in Surat : સુરતમાં દબાણ કરનારા માથાભારે લારીવાળાઓ બ્રિજના છેડે તથા ફુટપાથ પર કબજો જમાવ્યો છે

Nuisance on bridges in Surat : સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે હવે જાહેર રસ્તા બાદ શહેરના વિવિધ બ્રિજ પર પણ દબાણ થઈ રહ્યાં છે. સુરતના લો લેવલ બ્રિજ પર તો સવારથી સાંજ સુધી દબાણ થાય છે અને બ્રિજના છેડે પણ દબાણ રહે છે. તો બીજી તરફ રાત્રીના સમયે જહાંગીરપુરા ડભોલી બ્રિજ તથા સવજી કોરાટ બ્રિજ સહિત અનેક બ્રિજ પર લારીઓનું ન્યુસન્સ છે. આ દબાણને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ છે. આવી ગંભીર સ્થિતિ છતાં બ્રિજ પરના દબાણ દુર કરવા પાલિકા કે પોલીસની ઈચ્છા શક્તિ નથી.
Nuisance on bridges in Surat : સુરત પાલિકા જાહેર રસ્તા પરના દબાણ દૂર કરી શકતા નથી હવે શહેરના બ્રિજ પર પણ દબાણ થઈ રહ્યાની ફરિયાદ બહાર આવી છે. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બનાવવામાં આવેલો સ્વામી વિવેકાનંદ (લો લેવલ બ્રિજ) માથાભારે દબાણ કરનારાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. પહેલા આ બ્રિજના છેડે દબાણ થતા હતા પરંતુ હવે તો બ્રિજની વચ્ચે જ માથાભારે તત્વો લારીઓ મુકીને ઉભા રહે છે. હેલ્મેટ કે શાકભાજી ફ્રુટ લઈને માથાભારે દબાણ કરનારાઓ ઉભા રહે છે. આ ઓછું હોય તેમ બ્રીજના છેડે પણ દબાણ થઈ રહ્યાં છે અને આ દબાણ કરનારાઓ હાથમાં વસ્તુ લઈને રસ્તા પર ઉભા રહે છે અને વાહન ચાલકોને ઉભા રાખે છે. ઘણી વાર અચાનક વાહન ચાલકો બ્રેક મારી દેતા હોય અકસ્માતની ભીતિ છે.
Nuisance on bridges in Surat : આવી જ રીતે સુરતની તાપી નદી પર જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર તો રાત્રીના સમયે સંખ્યાબંધ લોકો વાહનો પાર્ક કરીને બેસે છે અને સંખ્યાબંધ ખાણી પીણીની લારીઓ પણ આ બ્રિજ પર ઉભી રહે છે. આ ઉપરાંત વરાછાના સવજી કોરાટ બ્રિજ પર પણ રાત્રીના સમયે ખાણી પીણીની લારીઓ ઉભી રહે છે તેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. બ્રિજ પર આડેધડ ઉભા રહેતા વાહનો અને લારીઓ કારણે અકસ્માતનું જોખમ છે પરંતુ પોલીસ કોઈ કામગીરી કરતી નથી.
Nuisance on bridges in Surat : સુરત શહેર વિસ્તારમાં 2500 સીસી કેમેરા અને 750 પોલીસ કેમેરા મળી 3250 કેમેરાનો ઉપયોગ માત્ર પ્રજાને દંડ કરવા સમસ્યા દુર કરવા માટે ઉપયોગ નહિવત થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત શહેરમાં સીસી કેમેરા મૂકવામાં આવ્યા છે તેની સામે જ માથાભારે તત્વો દબાણ કરી રહ્યાં છે. પરંતુ આ કેમેરાનો ઉપયોગ કરી દબાણ દુર કરવાના બદલે પોલીસ સીટ બેલ્ટ કે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને પકડી દંડ કરી રહી છે તો બીજી તરફ ગંદકી ફેલાવનારાને કેમેરાનો ઉપયોગ કરીનં દંડ કરી રહી છે. જોકે, પાલિકા અને પોલીસ શહેરના સીસી કેમેરાનો ઉપયોગ દંડ કરવામાં આવે છે પરંતુ અનેક સીસીટીવી કેમેરાની સામે જ માથાભારે તત્વો દબાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ બ્રિજ પર પણ સીસીટીવી કેમેરાની નજર સામે જ માથાભારે તત્વો દબાણ કરી રહ્યાં છે પરંતુ પાલિકા કે પોલીસ આ દબાણ હટાવતી નથી જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે.
Nuisance on bridges in Surat : સુરતના બ્રિજ, બ્રિજના છેડે તથા ફુટપાથ પર માથાભારે તત્વોએ કબજો જમાવ્યો છે પરંતુ તેને દૂર કરવા માટે ક્યારેય પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો પાલિકા અને પોલીસે જે રીતે સંયુક્ત રીતે કેમેરા મુક્યા છે તેનો ઉપયોગ માથા ભારે દબાણ કરનારાઓ સામે કરવામાં આવે તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી દબાણની સમસ્યા દુર થઈ શકે તેમ છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો