
ભારતીય ટીમે છેલ્લી અને નિર્ણાયક T20માં ઇંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે પાંચ , T-20 મેચની શ્રેણીને 3-2થી જીતી લીધી છે. બે વર્ષથી અજેય ટીમ ઇન્ડિયાએ સતત છઠ્ઠી શ્રેણી જીતી છે. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ 9 વર્ષ સુધી ભારતની ધરતી પર કોઈ દ્વિપક્ષીય ટી 20 શ્રેણી જીતી શકી નથી. અગાઉ તે ઓક્ટોબર 2011માં પરાજિત થઇ હતી. ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે એક જ મેચની શ્રેણી રમવામાં આવી હતી.
આજની મેચમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવ્યા બાદ 224 રન બનાવ્યા છે. જે આ શ્રેણીનો બન્ને ટીમોની તુલના કરીએ તો સર્વૌચ્ચ સ્કોર છે. ઉપરાંત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો આ સૌથી મોટો અને એકંદરે ચોથો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા, ભારતે ઇંગ્લેન્ડ સામે 218/4નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો, જે ડર્બનમાં પ્રથમ T20 વર્લ્ડકપ ( 2007) દરમિયાન બનાવવામાં આવ્યો હતો.