
ગુજરાતના પ્રવાસનનેવેગ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પ્રવર્તમાન સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયેલ છે. પ્રવાસન ક્ષેત્રે ઉપલબ્ધ કરાવવામાં આવેલ પાયાની સુવિધાઓ, આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ તથા અન્ય પ્રવાસન પ્રવૃતિઓના વધી રહેલ વ્યાપને લીધે રાજયના તેમજ દેશ અને વિદેશના પ્રવાસીઓ કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આકર્ષણોથી માહિતગાર થાય તે માટે અવિરત પ્રયાશો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અંજાર શહેર ખાતે જેસલ તોરલ મંદિરની ફેઝ-૧ ની કામગીરી પૂર્ણ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે અંજાર તાલુકાના ઐતિહાસિક જેસલતોરલ મંદિર ફેઝ-૨ ના વિકાસ માટે બે કરોડ સીત્તેર લાખ કરતાં વધુ રકમની પ્રવાસન વિભાગે મંજુરી આપી જરૂરી ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.
જેસલ તોરલ મંદિર ફેઝ-૨ માટેના પ્રોજેકટની કામગીરી માટે કન્સલ્ટન્ટ આર્કિટેકટ તરીકે ચિંતન સચપરા આર્કિટેકટ, ભાવનગરની નિમણૂંક કરવામાં આવેલ છે, આ કામગીરીના અંદાજા બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
અધિક્ષક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વર્તુળ નં.ર અમદાવાદ દ્વારા સદર કામોના નકશા અંદાજોને તાંત્રિક મંજુરી અમલીરણ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ, ભુજ-કચ્છને આપવામાં આવેલ. સદર કામોના તાંત્રિક અંદાજા પ્રદાન કરવામાં આવેલ છે. જેથી સદર કામો માટે રૂ.૨,૭૦,૧૨,૧૪૭ની કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ,ભુજ-કચ્છને વહીવટી મંજુરી આપવામાં આવે છે.
ઐતિહાસિક જેસલ તોરલ મંદિરમાં સદર ગ્રાન્ટથી (૧) પરીસરના બહારના ભાગે દુકાનદારો માટે અંદાજે ૫૩ દુકાનો તેમજ તે માટે ઈલેકિટ્રક વર્ક (૨) પરીસરના બહારના ભાગના મેદાનને બાઉન્ડ્રીવોલ (૩) પરીસરની બહારના ભાગના મેદાનમાં પેવરબ્લોક (૪) વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા (૫) પ્રવાસીઓને રહેવા માટે ગેસ્ટ હાઉસ તથા પીવાના પાણીની વ્યવસ્થા (૬) ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ માટે ઈલેકિટ્રક વર્ક (૭) પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા (૮) જેસલ તોરલ મંદિર ખાતે ઓર્નામેન્ટલ ગેટ (૯) ગેટ માટે ઈલેકિટ્રક વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.