FIRE IN BHUJ KUTCH : ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર ભીષણ આગ

BREAKING NEWS

FIRE IN BHUJ KUTCH : ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર ભીષણ આગ

FIRE IN BHUJ KUTCH
FIRE IN BHUJ KUTCH

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી દીધી છે.

સરપટ નાકા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે વિસ્ફોટ થઈ રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *