
વધઘટ થવાની શકયતા ન હોવાનું વેપારીઓનું કહેવું છે…
હોળી અને રમઝાન જેવા તહેવારો આવી રહ્યા હોવા છતાં ખજૂરમાં ઘરાકી જામી નથી. મકરસંક્રાંતિએ પણ ખજૂરની ઘરાકી મંદ રહી હતી એમ અત્રેની જથ્થાબંધ બજારના અગ્રણી વેપારીનું કહેવું છે.
ઇરાનની ખજૂરના ભાવ ઘટયા છે જયારે ઇઝરાયલની ખજૂરના ભાવ ટકી રહ્યા છે. તહેવાર નજીક હોવા છતાં ફેબ્રુઆરીમાં ઇરાનથી ગયા વર્ષની સરખામણીએ ૫૦ ટકા જેવી આયાત થઈ છે. દેશમાં માલ પુરાંત નથી. ઘરાકીનો પણ અભાવ રહ્યો છે.
કોરોનાને લીધે ફરી લોકડાઉન આવવાની વાતોથી વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. ગયા વર્ષે મકરસંક્રાંતિ, હોળી અને રમઝાનના તહેવાર નિમિત્ત્।ે વેપારીઓએ આયાત કરી હતી. પછી લોકડાઉન આવી જતાં માલ ગોદીમાં જ અટવાઈ પડવાથી સમયસર ખજૂરનું વેચાણ થયું નહિ અને વેપારીઓને મોટી ખોટ ભોગવવી પડી. હાલમાં કોરોના ફરી વિફર્યો હોવાથી વેપારીઓ માલ મગાવવામાં સાવચેતી રાખી રહ્યા છે. તેથી બજારમાં આવકો ઓછી હોવાનું ગુલામભાઈનું કહેવું છે.
ઇરાનની વેરાયટીના ભાવ ઘટયા છે. પરંતુ સીઝનલ ઘરાકી જોઇએ તેવી નથી. પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતાં વેપારીઓની પડતર વધી છે અને નફો સંકોચાયો છે. દેશનાં અન્ય રાજયો જેવાં કે ગુજરાત, પ. બંગાળ, કેરળ, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં સ્થાનિક એપીએમસી જેવી સમસ્યા ન હોવાથી ત્યાં ખજૂરનો વેપાર વધ્યો છે. સ્થાનિકમાં વેપાર ઘટી રહ્યો છે. અને વર્ષ દરમિયાન કામકાજ પાંખા રહ્યાં છે.
અત્રેની જથ્થાબંધ બજારમાં ખજૂરના જાતવાર જથ્થાબંધ ભાવ (કરવેરા સિવાય) કિલોએ આ મુજબ હતા. ઇરાનની કીમિયા ઘટીને રૂ. ૧૫૦, રબી ઘટીને રૂ. ૧૫૦, સહાની રૂ. ૪૦, કબકબ રૂ. ૫૫, મુજાપટી રૂ. ૧૫૦, મરીયમ રૂ. ૪૫૦, સાઉદી અરેબિયાની સુકરી રૂ. ૨૭૦, બર્ની ઘટીને રૂ. ૧૫૦, સુફરી રૂ. ૧૪૦, સફાવી રૂ. ૪૫૦, મબરૂમ ઘટીને રૂ. ૬૫૦, અજવા રૂ. ૯૫૦, ઇઝરાયલની મેગજોલ રૂ. ૧૧૦૦, ઇરાકની જાયદી રૂ. ૪૦. માગ અને પુરવઠો ઓછો હોવા છતાં ભાવમાં મોટી વધઘટ થવાની શકયતા હોવાનું વેપારીઓનું કહેવું છે.