અરવલ્લી અકસ્માત બાદ કારમાં લાગી આગ, યુવક જીવતો ભૂંજાયો, આજે છે યુવકનો જન્મદિવસ, કમકમાટી ભર્યો

જન્મદિવસના આગલા દિવસે યુવક મિત્રને મળવા માટે જતો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અને એક વર્ષ પહેલા જ યુવકની સગાઈ થઈ હતી. એકના એક પુત્રને ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

રાજ્યમાં માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે ગાંધીનગર પાસે એક ચકચારી અકસ્માત થયો હતો. કાર ટ્રક પાછળ (car and truck accident) ધડાકાભેર ઘૂસી જતા કારમાં આગ (fire in car) લાગી હતી. અને કાર ચલાવતો અરવલ્લી જિલ્લાના (Arvalli) બાયડના તેનપુર ગામનો યુવક જીવતો ભૂંજાયો (burnt alive) હતો. મળતી માહિતી પ્રમાણે યુવક મિત્રને મળવા માટે જતો હતો અને કાળ ભરખી ગયો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અને એક વર્ષ પહેલા જ યુવકની સગાઈ થઈ હતી. એકના એક પુત્રને ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આજે યુવકનો જન્મ દિવસ છે. જન્મ દિવસ (birthday) પૂર્વે જ યુવક કારમાં જીવતો બળી જતા કમકમાટી ફેલાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *