
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1565 નવા દર્દી જ્યારે 969 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 381 કેસ અને ગ્રામ્યમાં 103 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 401 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 121 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.