
માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળના મકાનનું હેરિટેજ રિસ્ટોરેશન કરવામાં આવશે
માંડવી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 30 માર્ચ 2025ના રોજ 95મી પુણ્યતિથિ છે. આ અવસરે અાખરે તેમના જન્મસ્થળ માંડવીના મકાનને જીએમડીસી દ્વારા હેરિટેજ રિસ્ટોરેશન માટેનો નિર્ણય લેવા પસંદ કરાયું છે. લાખો રૂપિયાના ખર્ચે મકાનને વારસા તરીકે જાળવી રાખવા માટે પ્રાથમિક સર્વે હાથ ધરાયો છે. ટૂંક સમયમાં કામ શરૂ થાય તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.
શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન હોમરુલ સોસાયટીની સ્થાપના, ઈન્ડિયા હાઉસનું નિર્માણ અને ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક શરૂ કર્યું હતું. વિદેશમાં રહીને તેમણે ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓનો જન્મ 4 ઓક્ટોબર 1857ના માંડવીમાં થયો હતો.
સરકાર દ્વારા ક્રાંતિતીર્થ નામથી અેક સ્મારક બનાવાયુ છે. પરંતુ તેમના મુળ જન્મ સ્થળ મકાનની દરકાર લેવામાં અાવી નથી. જર્જરિત જન્મ સ્થળનું સંચાલન પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં સરકારની એક ગ્રાન્ટ મળી ન હોવાનું સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ ‘કવિ’અે વ્યથા વ્યક્ત કરી કરી હતી.
માંડવીની લીમડા વાળી હવેલી શેરીમાં જૂનો ચૂનાનો બાંધકામ કરેલા મકાનને સમય રૂપે થીગડ થાગડ કરીને માવજત કરવામાં આવી રહી છે. અાખરે તે મકાનનો વારસો અને જૂની સાંસ્કૃતિક ધરોહણને હેરિટેજ રીસ્ટોરેશન કરવાનો કાર્ય ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાશે. હેરિટેજ મકાન બનાવવામાં માટે સરવે હાથ ધરાયા બાદ ટૂંક સમયમાં કામ ચાલુ કરવા માટે ઉચ્ચકક્ષાએથી નિર્ણયો લેવાઈ ચુક્યો છે.