MUMBAI : પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો.

MUMBAI : પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ના 50 માં સંયમજીવન નો પ્રવેશોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો.

MUMBAI
MUMBAI
  • “પ્રવેશોત્સવ” માં ભાગ લેવા સેંકડો ભાવિકો ઉમટી પડ્યા.
  • 36 બ્લોકસ ધારકો ને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ માં ચાવી અર્પણ કરાઈ.
  • વિવિધ ચડાવા માં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા.


MUMBAI : ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તા. 20 /3 ને ગુરૂવારના બપોર ના 2:30 કલાકે નારાણજી શામજી વાડી- માટુંગા (મુંબઈ)માં વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ “આનંદ “મહારાજ સાહેબના 50 માં સયમજીવન નો પ્રવેશોત્સવ ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાયો હતો.
 
 
MUMBAI :પ્રવેશોત્સવ માં ભાગ લેવા સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા. વિવિધ ચડાવા માં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા.
 
 
MUMBAI :વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ “આનંદ”મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન ઓજસ મુનિ “મંગલ”મહારાજ સાહેબ( કચ્છી જૈન સંતો) ની પાવન નિશ્રામાં યોજાયેલા એક શાનદાર સમારોહ માં ભુજપુર (તા. મુન્દ્રા) ના યતિ મોતીસાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય ગુણવલ્લભ મહારાજ સાહેબ અને પૂજ્ય ગુણ રત્ન મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ઝંખનાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય કૃતજ્ઞતાબાઇ મહાસતી ની નિશ્રા પણ પ્રાપ્ત થઈ હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડૉ .દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
 
 
MUMBAI :નરેશ મુનિ મહારાજ સાહેબના માંગલિક બાદ ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પોપટલાલભાઈ ગાલાએ સ્વાગત પ્રવચન માં સૌને આવકાર્યા હતા.જ્યારે ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ દેઢિયા એ રહેઠાણ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. લીલાધરભાઇ પાસડે પ્રાસંગિક પ્રવચનમાં નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા-2 તથા પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા-4 નો આગામી ચાતુર્માસ નો લાભ ભોજાય સંઘને મળેલ છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.
 
 
MUMBAI :આ શાનદાર સમારોહમાં 36 બ્લોકસ ધારકોને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં 36 બ્લોકની ચાવી અર્પણ કરાઈ હતી. નરેશ મુનિ મહારાજ સાહેબ ના સયમ જીવન ના 50 માં વર્ષના ઉપલક્ષમાં 36 બ્લોકસ તૈયાર થયા છે. ત્રણ વિંગ ના દાતા અનુક્રમે પ્રેમજીભાઈ દેઢીયા (નિલમ સ્ટીલ),ઉત્તમભાઈ નાગડા અને લીલાધરભાઇ દામજીભાઈ શાહ (એલ.ડી. શાહ) છે.
 
ભોજાય (તા. માંડવી) ની દીકરી વિરતીબેન( દિક્ષાર્થી) પણ ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાર્થી વિરતીબેન નું ભોજાય સંઘે બહુમાન કરેલ હતું.
 
 
MUMBAI :આ પ્રસંગે વિવિધ ચડાવા લેવાયા હતા.તેમાં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા. ગુરૂ પૂજન નો લાભ ખેતબાઈ વીરજી સામત પરિવાર ( ભોજાય),વેસ વહોરાવવાનો લાભ શ્રીમતી પ્રીતિબેન પોપટભાઈ ગાલા (ભોજાય), પાત્રા વહોરાવવા નો લાભ શ્રીમતી ગીતાબેન હરખચંદ નાગડા ( ભોજાય), આસન વહોરાવવાનો લાભ ભવાનજી રાયશી ગોસર ,માળા વહોરાવવા નો લાભ શ્રીમતી ગીતાબેન હરખચંદ નાગડા ( ભોજાય), ગુચ્છો વહોરાવવાનો લાભ માતૃશ્રી મેઘભાઈ વાલજી મુરજી મારૂ (ભોજાય) અને તા. 29/ 6/ 2025 ના પ્રથમ પગલાં કરાવવાનો લાભ માતૃશ્રી જયાબેન મૂળજી નાગડા( સંઘપતિ પરિવાર )એ લીધો હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
 
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉતમભાઈ છેડા (નાનાભાડિયા વાલા- જૈની આર્ટ્સ ) એ કરેલ હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *