Egg : એક ઈંડુ ખરીદવા માટે લોકો લગાવી હરાજી, 43 હજારમાં વેચાયું, જાણો કેમ?

Egg : એક ઈંડુ ખરીદવા માટે લોકો લગાવી હરાજી, 43 હજારમાં વેચાયું, જાણો કેમ?

Egg : એક ઈંડુ ખરીદવા માટે લોકો કેમ કરી રહ્યા છે પડાપડી? કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો, જાણો મામલો

Egg : આપણે ત્યાં સામાન્ય રીતે બજારમાં એક ઇંડું 7થી 15 રૂપિયાની વચ્ચે મળે છે, પણ તાજેતરમાં જ બ્રિટનમાં એક ઇંડું 43,000 રૂપિયામાં વેચાયું. ચાલો જાણીએ એવું શું ખાસ હતું આ ઇંડામાં કે આ ઇંડું આટલું મોંઘુ વેચાયું.

Egg : જ્યારે પણ ઇંડાનું નામ સાંભળીએ છીએ, ત્યારે મનમાં સૌથી પહેલા સફેદ કે બ્રાઉન રંગના ઇંડા આવે છે. જો ઇંડાના ભાવ વિશે વિચારીએ તો એક ઇંડાનો ભાવ વધુમાં વધુ 7થી 15 રૂપિયામાં આવે. પરંતુ દુનિયામાં એક એવું અનોખું ઇંડું પણ છે જેને ખરીદવા માટે દુનિયાભરના લોકો તૂટી પડ્યા. તાજેતરમાં બ્રિટનમાં એક ઇંડાની હરાજી 43,000 રૂપિયા ($500) માં થઈ. ત્યારે એવો સવાલ મનમાં જરૂર આવે કે આ ઇંડું આટલું ખાસ કેમ હતું કે આટલા મોંઘા ભાવે વેચાયું?

Egg : આવું ઇંડું પહેલાં ક્યારેય નથી જોયું

માહિતી અનુસાર, બ્રિટનના ફેન્ટન ફાર્મમાં એક સંપૂર્ણ ગોળ ઇંડું મળ્યું. સામાન્ય ઇંડું સંપૂર્ણ ગોળ નથી હોતી, એક બાજુથી થોડું સાંકડું હોય છે, પરંતુ આ ઇંડું બધી બાજુથી ગોળ હતું. આવું ઇંડું લાખોમાં એક વાર મળે છે. તેની આ ખાસિયતને કારણે તેને હરાજીમાં વેચવામાં આવ્યું. હરાજીમાંથી મળેલા પૈસા ડેવોન રેપ ક્રાઇસિસ ઓર્ગેનાઇઝેશનને દાનમાં કરી દેવામાં આવ્યા. ફાર્મમાં કામ કરતી એલિસન ગ્રીનને ત્રણ વર્ષમાં 30,000 ઇંડા જોવાનો અનુભવ છે. પણ તેણે આવું ઇંડું પહેલાં ક્યારેય જોયું નથી. જાન્યુઆરીમાં જ્યારે આ ઇંડું મળી આવ્યું ત્યારે તેને મીઠામાં રાખી સુરક્ષિત રાખવામાં આવ્યું.

Egg : શું ખરીદનાર તે ખાઈ જશે?

એલિસન ગ્રીનને લાગે છે કે ખરીદનાર તેને ખાશે નહીં, પરંતુ તેની દુર્લભતા કારણે તેને સાચવીને રાખશે. ગ્રીને વિચાર્યું કે જો કિંમત ઓછી રહી, તો તે પોતે જ આ ઇંડું ખરીદી લેશે. પણ છેલ્લી બોલી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ પહેલી વાર નથી કે આવું ગોળ ઇંડું મળ્યું હોય. આ પહેલા વર્ષ 2023 માં, ઓસ્ટ્રેલિયાની એક મહિલાને પણ આવું જ એક ઇંડું મળ્યું હતું.

Egg : સામાન્ય ઇંડાનો આકાર ગોળ હોતો નથી. ગોળ ઇંડું ભાગ્યે જ જોવા મળે છે, તેથી જ તેની કિંમત આટલી ઊંચી હોય છે. આ ઇંડું ફક્ત તેની કિંમત માટે જ નહીં પરંતુ તેના અનોખા આકાર માટે પણ ચર્ચામાં રહ્યું. હરાજીમાં લોકોએ તેને ખરીદવામાં ખૂબ રસ દાખવ્યો. 43,000 રૂપિયામાં વેચાયા પછી, પૈસાનો ઉપયોગ સારા હેતુ માટે કરવામાં આવ્યો. ડેવોન રેપ ક્રાઇસિસ ઓર્ગેનાઇઝેશન મહિલાઓને મદદ કરવા માટે કામ કરે છે. આ ઇંડાની હરાજીમાંથી મળેલા પૈસાથી ઘણા લોકોને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *